મોદી:ગરીબોને સન્માનનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અહીં 169 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ભારતીય રિઝર્વ બેન્ક પર ડેટા સેન્ટર અને સાઇબર સુરક્ષા પ્રશિક્ષણ સંસ્થાનનું લોકાર્પણ કર્યું હતું. આ અવસરે વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશના ગરીબ સમુદાયને સન્માન આપવું એ જ શાસનનો અસલી આશય છે. દેશના એક્સપ્રેસ વે નાના શહેરોને પણ જોડી રહ્યા છે. ગામડાંઓમાં લગભગ પોણા બે લાખ આયુષ્માન આરોગ્ય મંદિર સરકારે ખોલ્યાં છે. મોદી બોલ્યા હતા કે, મહાપ્રભુના આશિર્વાદથી આજે ભુવનેશ્વર નવાં ભારતને નવું સંસ્થાન આપી રહ્યું છે, જે ઓરિસ્સા તેમજ સમગ્ર દેશના લોકો માટે હિતકારી બની રહેશે. વિકાસને પ્રાથમિકતા, વિકાસનો વિસ્તાર અને વિકાસની છેવાડાની વ્યક્તિ સુધી પહોંચ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેવું વડાપ્રધાન બોલ્યા હતા.