રાપર પો.સ્ટે વિસ્તારમાંથી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ. જેથી પોલીસ ઇન્સપેક્ટર એસ.વી.ગોજીયા એલ.સી.બી.નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ રાપર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે મોમાયમોરા રણ વિસ્તારમાંથી એક ગ્રે કલ૨ની ઇનોવા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને માંજુવાસ ગામ બાજુ આવી રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ ઉપરોકત હકીકત વાળી કા૨ની વોચમાં રહેલ.તે દરમ્યાન બાતમી હકીકત વાળી ઇનોવા કાર આવતા જે કા૨ને ઉભી રખાવવા પ્રયત્નો કરેલ પરંતુ ઇનોવા કાર ચાલકે કાર ઉભી રાખેલ નહિ અને પુરઝડપે ભાગેલ જેથી એલ.સી.બી. ટીમ દ્વારા તેનો પીછો કરતા માંજુવાસ ગામ નજીક રોડની સાઈડમાં કાર ઉભી રાખી કાર ચાલક નાશી ગયેલ. ઉપરોકત ઇનોવા કારની ઝડતી તપાસ કરતા કારમાંથી નીચે જણાવ્યા મુજબનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે રાપર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.