ઈઝરાયલમાં સત્તા માટે હરીફાઈ

ઈઝરાયલમાં યોજાયેલી ચૂંટણીમાં મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ માટે ચિંતાજનક ચિત્ર ખડું થયું છે.સૂત્રો પરથી મળતી માહિતી આ લખાય છે ત્યારે નેતાન્યાહુના જોડાણ અને વિપક્ષી ગાડી આઈજનકોટ જૂથ વચ્ચે રસાકસી જોવા મળી હતી. નેતન્યાહુ જૂથ 53 બેઠક પર છે, જ્યારે ગાડી આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના વિરોધ પક્ષોન 48 બેઠકો સાથે આગળ છે. બંને વચ્ચે માત્ર 5 બેઠકનો તફાવત હતો. ઈઝરાયલની સંસદ કહેવાતી નેસેટમાં કુલ 120 બેઠકો છે અને ત્યાં સરકાર બનાવવા માટે 61 બેઠકોની આવશ્યકતા હોય છે. જો કોઈપણ ગઠબંધનને 61 બેઠકો ન મળે તો દેશમાં લઘુમતી સરકાર અથવા તો નવેસરથી ચૂંટણીનાં સંજોગો ઉભા થાય છે. ત્રણ મોટાં ટીવી નેટવર્ક તરફથી મતદાન બાદ જારી કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં લઘુમત સરકારની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આઈજનકોટને પહેલીવાર સરકાર રચવાની તક મળી શકે છે. એક્ઝિટ પોલનાં અનુમાન મુજબ વિપક્ષને 52થી 53 બેઠકો ઉપર જીત મળે તેમ છે જ્યારે નેતન્યાહૂનાં ગઠબંધનને 50 બેઠકોએ અટકી જવું પડે તેવી સ્થિતિ છે. જો કે ચૂંટણીમાં તેમનો પક્ષ લિકુડ પાર્ટી 24-25 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવશે. 18 જેટલી બેઠકો અરબ પાર્ટીઓને મળે તેવી શક્યતા છે. જેનાં તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, તે બેમાંથી એકપણ ગઠબંધનને સમર્થન આપશે નહીં.