ગાંધીધામ મહાનગરપાલિકા મેયરશ્રી દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને વીજપાસરમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

વીજપાસર ૩

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠાના ભીલડી ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમના ભાગરૂપે ભચાઉ તાલુકાના વીજપાસર રામમંદિર ખાતે ગાંધીધામ મહાનગરપાલિકા મેયરશ્રી દિવ્યાબેન નાથાણીના અધ્યક્ષસ્થાને પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી.

        આ પ્રસંગે ગાંધીધામ મહાનગરપાલિકા મેયરશ્રી દિવ્યાબેન નાથાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની છે. આ યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારોને મળતી આર્થિક સહાય ખેતીના ખર્ચમાં ઉપયોગી બને છે.

કાર્યક્રમમાં તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ૫ ખેડૂતોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌએ બનાસકાંઠા ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

        ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૪ મો હપ્તો રિલીઝ કર્યો હતો. જેનાથી દેશના ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અને ગુજરાતના ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્યશ્રી ભરતસિંહ જાડેજા, મામલતદારશ્રી મોડસિંગ રાજપૂત, ખરીદ વેચાણ સંઘના મંત્રીશ્રી શંકરભાઇ રબારી, આગેવાનશ્રી સુરેશભાઇ મકવાણા, જોરાભાઇ દેસાઇ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, આગેવાનો, ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.