ચેક પરતમાં ભુજના ઈસમને એક વર્ષની કેદની સજા
ચેક પરત ફરવાના કેસમાં ભુજના આરોપી ને કોર્ટે તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ રૂા. ત્રણ લાખ નવ ટકા વ્યાજ સાથે ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમ કર્યો છે.સૂત્રો પરથી મળતી માહિતી ની હયાતીમાં આરોપી એ હાથ ઉછીના રૂા. ત્રણ લાખ લીધા હતા. જે ચૂકવવા આપેલો ચેક પરત ફરતાં કેસ દાખલ થયો હતો. ચાલતા કેસ-ફરિયાદ દરમ્યાન ફરિયાદી નું અવસાન થતાં તેમના વારસ પત્ની દ્વારા કેસ ચલાવાયો હતો. મૌખિક તથા દસ્તાવેજોના આધારોને લઈ ભુજના અધિક ચીફ જ્યુ. મેજી.એ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂા. ત્રણ લાખ ફરિયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષિક નવ ટકા વ્યાજ સહિત રૂા. ચાર લાખ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવા અને વળતર ચૂકવવામાં કસૂર કરે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો છે. ફરિયાદીના વકીલ તરીકે અમિત એ. ઠક્કર, પ્રશાંત બી. મકવાણા, રાજેશ ભાનુશાલી હાજર રહ્યા હતા.