અમેરિકાના રડારમાં એનવીડિયા

image

અમેરિકા ચીનને એડવાન્સ એઆઈ ચિપ્સની સ્મગલિંગ કરનારા એક સંદિગ્ધ નેટવર્કની તપાસ કરી રહ્યું છે.સૂત્રો પરથી મળતી માહિતી તપાસકર્તા આ મામલે જાસૂસી અને બીજિંગ માટે સેન્સિટિવ કોમર્શિયલ માહિતી એકત્રિત કરવાની દિશામાં પણ તપાસ કરી રહ્યા છે.  આ તપાસે એનવીડિયા સીઈઓ જેન્સન હુઆંગ અને તપાસના દાયરામાં આવેલા લોકો સાથે કંપનીની લિંક તરફ ધ્યાન ખેંચ્યું છે. તપાસના કેન્દ્રમાં એલિસ હુઆંગ છે. જે સિંગાપુરની ડેટા સેન્ટર કંપની મેગાસ્પીડ સંબંધિત એક ચીની બિઝનેસવુમન છે.  અહેવાલ પ્રમાણે તેના ઉપર ચીન માટે કોમિર્શિયલ જાણકારી એકત્રિત કરવાની આશંકા છે અને જેન્સ હુઆંગ સાથે ઉંડા સંબંધના અહેવાલ છે. એલિસ હુઆંગ ચીની નાગરીક છે અને સિંગાપુરમાં મેગાસ્પીડ કંપનીમાં સીનિયર એકિઝક્યૂટીવ કામ  કરે છે.  જો કે વધુ કોઈ માહિતી સામે આવી નથી. મેગાસ્પીડ એનવીડિયા ચિપ્સથી ચાલતા કોમ્યુટિંગ ઉપકરણો ખરીદે છે અને એક ઈન્રમીડિએટરીના રૂપમાં કામ કરતા ચીની ટેક જાયન્ટ અલીબાબા સહિત ઘણા બિઝનેસને ડેટા સેન્ટરની સુવિધા પુરી પાડે છે.  અમેરિકી અથોરિટી તપાસ કરી રહી છે કે શું સાઉથ ઈસ્ટ એશિયા મારફતે કામ કરતી પેઢીઓ ચીની બિઝનેસને એડવાન્સ એઆઈ ચિપ્સ ઉપર લાગેલા પ્રતિબંધોને બચવામાં મદદ કરી રહી છે. આ કારણે જ બિઝનેસ મોડેલ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.