લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દીરાજી ને શ્રધ્ધા સમાન અર્પણ જીલ્લા કોંગ્રેસે કર્યા”

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ આઝાદ ભારતના ઘડવૈયા, પ્રથમ નાયબ વડાપ્રધાન, આખા ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે એમની પ્રતિમા ને હારારોપણ કરીને ભાવવંદના સાથે શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની પુણ્યતીથી નિમિતે કોંગ્રેસ ભવન ખાતે તેમના તૈલીચિત્ર ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવમાં આવી હતી અને અને ઇન્દીરાજી ની દેશદાઝ અને દેશ પ્રત્યેની સમર્પણ ભાવના ને યાદ કરવામાં આવી હતી. એમણે દેશ માટે પ્રાણોની આહુતિ આપી દીધી હતી. વધુમાં કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારતના લોખંડી મહિલા વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ના જીવન માંથી દેશભક્તિ, દ્રઢ ઈચ્છા શક્તિ. લોખંડી મનોબળ, દેશ પ્રત્યે અને નાગરિકો પ્રત્યે લાગણી અને સમર્પણ જેવા સદગુણો શીખવા આપીલ કરી હતી.

આ પ્રસંગે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજા, જુમ્માભાઈ નોડે, ગનીભાઈ કુંભાર, પ્રજ્ઞેશભાઈ ચોથાણી, ફકીરમામદ કુંભાર, ચેતન શાહ, મુસ્તાક હિંગોરજા, કપિલભાઈ મહેતા, જેન્તીભાઈ પારેખ, બટુકપૂરી ગોસ્વામી તેમજ ભુજ શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો તથા કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા એવું કચ્છ જીલ્લા કોંગ્રેસસમિતિની યાદી એ જણાવ્યું હતું.