દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનાર “વોટ બચાવો, દેશ બચાવો” આંદોલનમાં ભાગ લેવા ભચુભાઈ આરેઠીયાની આગેવાની હેઠળ રાપર વિધાનસભાના કોંગ્રેસી આગેવાનો દિલ્હી રવાના.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા. ૦૧-૧૧-૨૦૨૬ના રોજ નવી દિલ્હી ખાતે ઐતિહાસિક રામલીલા મેદાનમાં આયોજિત “વોટ બચાવો, દેશ બચાવો” આંદોલનમાં ભાગ લેવા રાપર વિધાનસભા વિસ્તારના અગ્રણી કોંગ્રેસી નેતા શ્રી ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દિલ્હી જવા રવાના થયા છે.
લોકશાહીની મજબૂતી, મતદારોના બંધારણીય અધિકારોનું રક્ષણ તથા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાપર વિધાસભાના આગેવાન શ્રી ભચુભાઈ ધરમશીભાઈ આરેઠીયાની આગેવાની હેઠળ દિલ્હી રવાના થયેલા કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો આ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લઈ લોકશાહી અને મતાધિકારના રક્ષણ માટેની માંગને સમર્થન આપશે.