નિરોણામાં શિકાર કરવા નીકળેલો ઈસમ દેશી બંદૂક સાથે પકડાયો

નખત્રાણા તાલુકાના નિરોણાની સીમમાં શિકાર કરવા નીકળેલા શખ્સને પોલીસે ઝડપી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી અગાઉ છારીઢંઢ વિસ્તારમાં વિદેશી યાયાવર પક્ષીઓના શિકાર કરતા આવા તત્ત્વો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયેલા છે, ત્યારે આવી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા પોલીસે કડક કાર્યવાહીનો રુખ અપનાવ્યો છે. આવો જ શિકાર કરવા જતા નિરોણા પોલીસે બાતમીના આધારે નિરોણાની  ઉતરાદી સીમમાંથી ગેરકાયદે રખાયેલી દેશી બંદૂક કિં. રૂા. 1000 સાથે ઝડપી આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નિરોણાના પીઆઇ એ.બી. જાડેજાની સૂચના પગલે પીએસઆઇ કે.એચ. આહીર અને પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.