શિકારપુરમાં દેશી બંદૂક સાથે ઈસમની અટક
ભચાઉ તાલુકાના શિકારપુરમાં એક મકાનમાંથી પોલીસે દેશી બંદૂક સાથે શખ્સને પકડી પાડયો હતો.સૂત્રો પરથી મળતી માહિતી સામખિયાળી પોલીસની એક ટીમ શિકારપુરમાં આવેલા કોળીવાસમાં કોમ્બિંગ નાઇટમાં લોકોના મકાન તપાસી રહી હતી. દરમ્યાન અહીં રહેતા ઘરની તપાસ કરાતાં મકાનમાંથી 48 ઇંચ લાંબી એક દેશી બંદૂક મળી આવી હતી. આ બંદૂક અંગે પાસ-પરવાના માગતાં તે આપી શક્યો ન હતો. દરમ્યાન આ શખ્સ પાસેથી રૂા. 5000ની બંદૂક જપ્ત કરી પોલીસે તેની અટક કરી હતી. આ બંદૂક સુલ્તાન પાસે કયાંથી આવી અને તેણે કેવા ઉપયોગ માટે પોતાની પાસે રાખી હતી તે બહાર આવ્યું નથી.