પધ્ધર કંપની સાથે 97.28 લાખની છેતરપિંડી

ભુજ તાલુકાના પધ્ધર આવેલી લિગ્નાઈટ કોલસાનો વ્યવસાય કરતી કંપની પાસેથી મહેસાણાની કંપનીએ લિગ્નાઇટ કોલસો ખરીદ્યા પછી રૂપિયા ન આપતાં ડાયરેક્ટરો સહિત સાત સામે રૂા. 97.28 લાખની છેતરાપિંડીની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો પરથી મળતી માહિતી આ બનાવ તા. 1 જાન્યુઆરી-2018થી લઈને 31 ડિસેમ્બર-2023 દરમિયાન બન્યો છે. પધ્ધરમાં રહેતા અને ખેતીની સાથે વ્યાપાર કરતા તેમના નાના ભાઈ ની ગ્લોબલ ટ્રાડિંગ કંપનીનો કારોબાર તથા લિગ્નાઇટ કોલસા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય સંભાળે છે. તેમની પાસે મહેસાણાના જાગુદળ રોડ ખેરવામાં આવેલ નીલકંઠ ક્રાફ્ટ પેપરમીલના ડાયરેક્ટર કમ ઓથોરાઈઝર બંને વર્ષ 2018માં પદ્ધર કંપનીની ઓફિસે પહોંચ્યા હતા અને મીલના બોઇલર માટે કોલસાની અને લિગ્નાઇટની જરૂર હોવાથી તેમણે ખરીદી શરૂ કરી હતી. પ્રકાશભાઈ કોઠીવારને વિશ્વાસમાં લઈને આ સાત આરોપીએ જરૂરિયાત મુજબ કોલસો ખરીદીને સમાંતરે ઊંચા ભાવ આપીને રૂપિયા ચૂકવી આપવામાં આવશે તેવું કહીને વિશ્વાસ કેળવ્યો હતો. પરંતુ કોલસાની ખરીદી પેટેના 97,28,694 રૂપિયા હજુ સુધી આપ્યા ન હતા. વારંવાર માગણી કરવા છતાં ભાગીદારોની મિટિંગ થશે તેમાં નિર્ણય લઈને ચૂકવી આપશું અને નોટરી પાસે લખાણ કરીને તે પ્રમાણે ચેક આપશું તેમ કહ્યું હતું. લાંબો સમય વીતી જવા છતાં રૂપિયાની ચૂકવણી ન કરતાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડાયરેક્ટરો સહિત સાત સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.