કોઠારા-ભેદીમાં સાદી રેતીનાં ગેરકાયદે ખનનનો પર્દાફાશ

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી ખનિજચોરી કરતાં તત્ત્વો પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.સૂત્રો પરથી મળતી માહિતી ખાસ કરીને વિશેષ ફ્લાઇંગ સ્કવોડના ગઠન બાદ જિલ્લામાં આકસ્મિક તપાસ હાથ ધરી ખનિજચોરીને ઝડપવાનાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ફલાઇંગ સ્કવોડને મળેલી બાતમીના આધારે અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામના નદીપટમાં દરોડો પાડી સાદી રેતીનાં ગેરકાયદે ખનન-પરિવહનનો પર્દાફાશ કર્યો છે. ફલાઇંગ સ્કવોડે સ્થળ પરથી પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કલેકટરનાં માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક, ફલાઇંગ સ્કવોડની કચેરી દ્વારા ખનિજચોરી અંગે મળતી ફરિયાદેને ગંભીરતાથી લઇ અબડાસા તાલુકામાં દરોડો પાડયો હતો. ફલાઇંગ સ્કવોડની ટીમે ખાનગી વાહનથી અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામને લાગુ નદી વિસ્તાર ખાતે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન સ્થળ પરથી એક લોડર મશીન, એક ડમ્પર તથા એક ટ્રક દ્વારા સાદી રેતી ખનિજનું ગેરકાયદે ખનન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું. તપાસ દરમ્યાન રૂપિયા પચાસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ વાહનોને સીઝ કરી અને કોઠારા પોલીસ સ્ટેશનને સેંપ્યા છે. નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નેંધનીય છે કે, ફલાઇંગ સ્કવોડની સાથે ખાણ-ખનિજ વિભાગ, મહેસૂલ અને પોલીસ તંત્રની સાથે ખુદ જિલ્લા કલેકટરે પણ ખનિજચોરી કરતાં વાહનોને ઝડપ્યાં છે.