આંધ્રપ્રદેશના વિજયવાડામાં કચ્છી પાટીદારની સો-મિલ આગમાં ભડથું
આંધ્રપ્રદેશના વિજયવાડામાં કચ્છી પાટીદારની સો-મિલ આગમાં ભડથું થતાં લાખોનું નુકસાન થયાના સમાચાર મળ્યા છે.સૂત્રો પરથી મળતી માહિતી કચ્છમાં વિગોડીના રઘુવંશી સો- મિલમાં તા. 2-11-26ની વહેલી સવારે આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં આખી સો-મિલ અને આજુબાજુનો વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો. અગ્નિશામકની ગાડીઓ પહોંચે તે પહેલાં લાખોનો માલ રાખ થઈ ગયો હતો. આગને કારણે કિંમતી લાકડું, પ્લાયવૂડ, હાર્ડવેર, પી.વી.સી. ડોરનો જથ્થો, સો-મિલની મશનરી, ડોર બનાવવાની આધુનિક મશીનરી વિગેરે બળીને ખાખ થયા હતા. આગના સમાચાર મળતાં આજુબાજુ વસતા કચ્છી પાટીદારો દોડી આવ્યા હતા અને સાંત્વના આપી હતી. સતત ચાર કલાક સુધી સો-મિલમાં આગની જ્વાળા ઊઠતી રહી હતી. જેના કારણે દેશલપર (ગું.)ના કાંતિભાઈ મનજી દિવાણીની પાંચ માળની હોટેલમાં ભારે નુકસાન થયું હોવાનું વિજયવાડાથી કાંતિભાઈએ જણાવ્યું છે. આગથી થયેલા નુકસાનના સમાચાર મળતાં વિગોડી ગામમાં પણ સહાનુભૂતિ જોવા મળી હતી. લોકો ફોનથી સાંત્વના આપી હતી. આગથી થયેલા લાખોના નુકસાનથી પરિવાર ઉપર આર્થિક બોજ આવી પડયો છે. સો-મિલની તમામ ઉપયોગી મશીનરી બળીને રાખ બની ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.