ભુજ શહેરના સરપટ ગેટ નજીક આવેલા સથવાણા ફળિયામાં એક યુવકે આત્મવિલોપન કર્યું

ભુજ શહેરના સરપટ ગેટ નજીક આવેલા સથવાણા ફળિયામાં એક યુવકે આત્મવિલોપન કર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, અમીના બેન નામના મહિલાએ જણાવ્યું હતું કે યુવકને નાનપણથી જ તેમણે આશરો આપ્યો હતો અને પોતાના હાથે મોટો કર્યો હતો. છેલ્લા ચાર મહિનાથી યુવકની માનસિક સ્વાસ્થ્ય સંબંધિત દવાઓ પણ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.આજે કોઈ અજ્ઞાત કારણોસર યુવકે આત્મવિલોપન કર્યું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ ભુજ કચ્છ