જાનહાનિ ટળી : હમીરપર-તેરા માર્ગે મીઠું ભરેલું ટ્રેઈલર પલટી ગયું

અબડાસા તાલુકાના હમીરપર અને તેરા વચ્ચેના મુખ્ય માર્ગ પર વહેલી સવારે હાજીપીરથી જખૌ મીઠું ભરીને જઈ રહેલું એક માલવાહક ટ્રેઈલર પલટી ગયું હતું.સૂત્રો પરથી મળતી માહિતી સદ્નસીબે વહેલી સવારે માર્ગ પર અવરજવર નહિવત્ હોવાના કારણે જાનહાનિ ટળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દિવસમાં વધુ ફેરા મારવાની લ્હાયમાં મીઠાનું પરિવહન કરતાં વાહનો આ માર્ગ પર પૂરપાટ અને બેફામ ઝડપે દોડી રહ્યાં છે, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. લોકોના જીવ જોખમમાં મૂકતાં આવા વાહનો સામે આરટીઓ તંત્ર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરી લગામ કસવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.