ભુજ: આરોપીઓ સામે ફરિયાદ : આરટીઓ કચેરી બહાર છરીથી ગાડીમાં નુકસાન

બે દિવસ પૂર્વે ભુજની આરટીઓ કચેરી બહાર ફરિયાદીને ગાળો આપી તેની ગાડીમાં છરીથી ચેકા કરતાં નુકસાન થયું હતું અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.સૂત્રો પરથી મળતી માહિતી આ અંગે બી-ડિવિઝન પોલીસ મથકે એ નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉની બોલાચાલીના મનદુ:ખમાં  ગત તા. 2-11ના ફરિયાદીને આરોપીઓ તથા તપાસમાં જે નીકળે તેણે ગાળાગાળી કરી ફરિયાદીની ફોર વ્હીલર ગાડીમાં છરીથી ચેકા મારી ગાડીમાં નુકસાન કરી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો તળે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી છાનબીન આદરી છે.