પ્રાગપરમાં કારમાંથી ગાંજા સાથે બે ઈસમ ઝડપાયા

મુંદરા તાલુકાના પ્રાગપર-ભુજ ધોરીમાર્ગ પર કારમાંથી 77.47 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી ગઇકાલે રાતે પ્રાગપર પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે એક ગ્રે કલરની અર્ટિગા કાર ભુજ તરફથી પ્રાગપર બાજુ આવી રહી છે, જે ગાંજો વેચવા આવે છે. આથી પોલીસે વોચ ગોઠવી બેરાજા હનુમાન ટેકરી પાસે બાતમીવાળી ગાડી ઊભી રખાવી તેમાંથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો 77.47 ગ્રામ કિં. રૂા. 3874, રોકડા રૂા. 1640, એક મોબાઇલ કિં. રૂા. 10,000, રોકડા રૂા. 9870  તથા અન્ય એક મોબાઇલ કિં. રૂા. 10,000 તેમજ કાર કિં. રૂા. ત્રણ લાખ એમ કુલે રૂા. 3,35,384ના મુદ્દામાલ સાથે આરોપી ને ઝડપી એનડીપીએસ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.