સોયલા પાસે ટાવરના કામ દરમ્યાન શ્રમિક ઉપરથી પટકાઈ સળિયા લાગતાં મોત

ભુજ તાલુકાના ખાવડા બાજુના સોયલા નજીકની સાઈટ પર ટાવરના કામ દરમ્યાન 41 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક ઉપરથી પટકાઈ નીચે ખાડામાં લોખંડના સળિયા લાગતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, ગઈકાલે બપોરે સોયલા નજીક સાઈટ પર ટાવર બનાવના મજૂરીકામ દરમ્યાન શ્રમિક ને ચક્કર આવતાં તે ત્રણ મીટરના ખાડામાં પડી ગયા હતા.સૂત્રો પરથી મળતી માહિતી આથી તેઓને ખાડામાં લોખંડના સળિયા કમરના ભાગે લાગતાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આથી તેમનો પુત્ર ની તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં જાહેર કરાઈ છે. જ્યારે ગાંધીધામના મહાલક્ષ્મી પ્લોટ મીઠીરોહરમાં યુવાનનું કોઈ કારણે મોત થયું હતું.ગાંધીધામના મચ્છુનગરમાં રહેનાર યુવાન મીઠીરોહર મહાલક્ષ્મી પ્લોટમાં હતો, ત્યારે ગઈકાલે સવારે આ બનાવ બન્યો હતો, તેની હાલત ગંભીર બનતાં તેને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું, છતાં સાચું કારણ જાણવા વિશેરા વગેરે લેવાયા હોવાનું પી.એસ.આઈ. એન.બી. બામ્ભાએ જણાવ્યું હતું. બીજી બાજુ કંડલામાં ઝીરો પોઈન્ટથી તુણા જતા માર્ગ પર 50 વર્ષીય અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. કંડલામાં મોતનો બનાવ બહાર આવ્યો હતો. ઝીરો પોઈન્ટથી તુણા જતા રોડ પરથી 50 વર્ષીય અજાણ્યા આધેડની લાશ મળી આવી હતી. આધેડ કોણ છે તથા તેમનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.