ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગે અકસ્માતમાં યુવાનનુ મૃત્યુ

ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર ઊભેલાં ડમ્પર અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગાડીમાં બેઠેલા અને ઈજાગ્રસ્ત  યુવાન નું મૃત્યુ થયું હતું તેમજ અન્ય એક યુવાનને ઈજા પહોંચી હતી. એ. વી. જોષી પુલિયા પાસે સીએટ ટાયરની સામે રોડ ઉપર  ગઈકાલે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં અકસ્માત થયો હતો. ડમ્પર ના ચાલકે બેદરકારીપૂર્વક કોઈ પણ  આડશ મુક્યા વિના રસ્તા ઉપર  રાહદારીઓને અડચણરૂપ બને તે પ્રકારે ઊભું રાખ્યુ હતું .દરમ્યાન  તેની સાથે પાછળથી ગાડી ભટકાઈ હતી, જેમાં યુવાન ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેમણે આંખો મીંચી લીધી હતી તેમજ ને ઈજા પહોંચી હતી. આ અંગે ની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.