દેશલપરમાં તળાવમાં ગેરકાયદે બાંધ મુદ્દેની બબાલમાં ત્રણ ઈજાગ્રસ્ત

રાપર તાલુકાના દેશલપર ગામના સાંકડ તળાવમાં ગેરકાયદેસર  બાંધ મુદ્દે ત્રણ શખ્સે  હુમલો કર્યો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું.સૂત્રો પરથી મળતી માહિતી સાંકડ તળાવના બાંધેલ પાળ પાસે ગત તા. 4/11ના  બપોરે 3.45 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ  ગેરકાયદેસર બાંધેલ બાંધ  અંગે થયેલી ફરિયાદ બાદ સરકારી અધિકારીએ તપાસ કરતાં આ બાબતનુ મનદુ:ખ રાખીને આરોપીઓએ  ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદીને જાતી અપમાનિત સાથે  મૂઢમાર તેમજ  ને મૂઢમાર સહિતની ઈજા પહોંચી હતી તેમજ ને છરી અને પથ્થર વાગતાં ઈજા પહોંચી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે.