નવા નિયમો જૂના કેસમાં નહીં : ઓબીસી ક્રિમીલેયર
અન્ય પછાત વર્ગ અને નોનક્રિમીલેયરનાં દરજ્જા વિશે સુપ્રીમ કોર્ટ તરફથી મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.સૂત્રો પરથી મળતી માહિતી અદાલતે સાફ કર્યુ છે કે, 11 માર્ચ 2026નાં રોજ આપવામાં આવેલા ફેંસલાનો લાભ જૂના કેસમાં પાછલી તારીખ એટલે કે, રેટ્રોસ્પેક્ટિવ ઢબે લાગુ નહીં થાય. કોર્ટે પોતાનાં ફેંસલામાં કહેલું કે, ઓબીસી નોન ક્રિમીલેયરનો દરજ્જો નક્કી કરતી વખતે માતા-પિતાનાં વેતન અને કૃષિમાંથી થતી આવકને આવકની ગણનામાં સામેલ કરવી જોઈએ નહીં. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે વર્ષનો વધારાનો સમય આપવાની માગણી પણ સ્વીકારી નહોતી. સરકારે કહ્યું હતું કે, ક્રિમીલેયરનાં દરજ્જા નક્કી કરવા માટે વિભિન્ન પદોની સમાનતા નિર્ધારિત કરવા, સંબંધિત પક્ષો સાથે પરામર્શ કરવા અને એકસમાન નીતિ બનાવવામાં સમય લાગશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, 2025 બેચનાં ઉમેદવારોને સર્વિસ એલોટમેન્ટ માર્ચ 2026માં આપવામાં આવેલા ફેંસલાને અનુરૂપ કરવામાં આવશે. એટલે કે આ બેસ માટે સેવા ફાળવણીમાં કોર્ટનાં અગાઉનાં નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. કેન્દ્ર સરકારે અદાલતને આગ્રહ કર્યો હતો કે, માર્ચનાં ફેંસલાને પાછલી તારીખથી લાગુ કરવામાં ન આવે. સરકારનો તર્ક હતો કે, એવું કરવાથી ભર્તી પ્રક્રિયાઓ, સર્વિસ એલોટમેન્ટ, કેડર ફાળવણી, વરિષ્ઠતા, દાખલા અને દેશભરમાં ઓબીસી આરક્ષણની વ્યવસ્થા ઉપર વ્યાપક અસર થઈ શકે છે. તેનાથી લાખો ઉમેદવારો અને કર્મચારી પ્રભાવિત થશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ હતું કે, તેનો ફેંસલો આ કેસમાં સામેલ પક્ષો ઉપર જ લાગુ થશે. અગાઉથી નિર્ધારિત વરિષ્ઠતા કે પદોન્નતિનાં કેસોને ફરી ખોલવામાં નહીં આવે.