એકલધાર(આડેસર)ની સામે ને.હા પર થયેલ અનડીટેક્ટ મર્ડરને ડીટેક્ટ કરી આરોપીને પકડી પાડતી આડેસર પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ નાઓએ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ,ભચાઉ નાઓએ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે ગઈ તા.૦૮/૦૯/૨૦૨૬ ના કલાક.-૦૦/૪૦ વાગે એકલધાર (આડેસર) પાસે નેશનલ હાઇવે નંબર -૨૭ ઉપર અજાણી સ્ત્રીની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જેથી આડેસર પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ અકસ્માત મોત નંબર-૦૮/૨૦૨૬ બી.એન.એસ.એસ કલમ- ૧૯૪ મુજબ દાખલ કરી અજાણી સ્ત્રીની લાશનુ પી.એમ. ફોરેન્સિક મેડીસીન જામનગર ખાતે કરાવેલ જેમાં અજાણી સ્ત્રીના ગળાના ભાગે દબાણ આવવાના કારણે મરણ ગયેલ હોવાનુ ડો.શ્રીએ જણાવેલ અને અજાણી સ્ત્રીની લાશની ઓળખ છતી થયેલ ન હોય જેથી તેની બહોળી પ્રસિધ્ધ કરાવી. અલગ-અલગ રાજ્યોમાં મરણજનારના ફોટાની પ્રસિધ્ધ કરાવી, ટેકનીકલ અને હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતા આ અજાણી સ્ત્રીનુ નામ પુજાબેન વા/ઓ લક્ષ્મણભાઈ સુરેશચંન્દ્ર જાતે નાઇ(ઠાકુર) રહે. નાગલા બલુઆ તા.શિકોહાબાદ જી.ફીરોજાબાદ (ઉત્તરપ્રદેશ) વાળી હોવાનુ જણાઇ આવતા શિકોહાબાદ પોલીસ સ્ટેશન મારફતે તેમના વાલીવારસને જાણ કરેલ અને તેના પતિ લક્ષ્મણ સુરેશચંન્દ્રને આવી ગયેલ અને આ બનાવમાં મરણજનાર તેની પત્ની પુજાદેવીની લાશ હોવાનુ જણાવેલ જેથી વેરીફાઈ કરી અજાણી સ્ત્રીની લાશ લક્ષ્મણ સુરેશચંન્દ્રને સોપવામાં આવેલ હતી બાદ મરણજનારના પતિની પુછપરછ કરતા પોતાની પત્ની પુજાદેવીને તેમના ગામના પ્રવિણ ઉર્ફે મંગો ગીરીશચંન્દ્ર યાદવ રહે. નગાલા બલુઆ તા.શિકોહાબાદ જી. ફીરોજાબાદ (ઉત્તરપ્રદેશ) વાળો પોતાની સાથે પુજાદેવીને લઇ જઇ કોઇપણ કારણોસર મારી ફેકી દીધેલ હોવાનુ જણાવતા આડેસર પો.સ્ટે ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૫૨૬૦૪૫૫/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૦૩(૧) મુજબનો ગુનો તા.૨૮/૧૦/૨૦૨૬ ના કલાક.- ૧૫/૩૦ વાગે જાહેર કરાવેલ બાદ ઉત્તરપ્રદેશ ખાતે તપાસમાં પોલીસની ટીમ મોકલી આપેલ હોય તપાસમાં ગયેલ પોલીસ દ્રારા વેશ પલટો કરીને બટેશ્વર ખાતેથી મેળામાંથી આરોપીને પકડી પાડી, રાઉન્ડ અપ કરી આડેસર પોલીસ સ્ટેશન ખાતે લઇ
આવી તા.૦૬/૧૧/૨૦૨૬ ના કલાક.-૧૭/૫૦ વાગે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.