અનડિટેક્ટ ઘરફોડ ચોરીના આરોપીને ગણતરીના સમયમાં પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવ૨ ક૨તી ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ શરીર સંબધી/ મિલ્કત સંબધી ગુનાઓ બનતા અટકાવવા તથા આરોપીઓ સત્વરે પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન ભાગ-એ ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૬૨૬૧૪૬૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૫(એ), ૩૩૧(૩) મુજબનો ગુન્હો તા.૧૩/૧૧/૨૦૨૬ ના રોજ જાહેર થયેલ હોય જે ગુના કામે આરોપીએ ગાંધીધમ મધ્યે ફરીયાદીના રહેણાંક મકાનનું તાળુ તોડી તેમાં રહેલ ચાંદીના સાંકળા જોડી નંગ-૦૨ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૪૫,૦૦૦/- એમ કુલ્લા કિ.રૂ.૯૧,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરેલ હોય જે ગુના કામે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.શઠોડ ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીને પકડી પાડી મુદ્દામાલ રિકવર ક૨વા જરૂરી તાબાના સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે તાબાના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે નીચે મુજબના આરોપીને પકડી પાડી ગુના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.