ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા માદક પદાર્થની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાનની પ્રવૃતીઓને નેસ્ત નાબુત કરતા * SAY NO TO DRUGS “ મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ-અંજાર નાઓ તરફથી જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલીંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ચાવલા ચોક, શિવ મંદીર પાસે, ગાંધીધામ ખાતેથી પંચો સાથે રેઇડ કરતા નિચે જણાવેલ ઇસમોને માદક પદાર્થના જથ્થા સાથે પકડી પાડી તેના કબ્જામાં રહેલ માદક પદાર્થ એફ.એસ.એલ. અધિકારીશ્રી મારફતે પરીક્ષણ કરાવી તપાસ કરતા આ મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ કેનાબીસ (ગાંજા) હોય જેનું વજન- ૦.૨૪૪ કિ.ગ્રા.હોય જે પંચો રૂબરૂ કબ્જે કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ – The Narcotics Drugs And Psychotropic Substances Act” हेडन यहेसरनी કાર્યવાહી કરવામાં આવેલ છે.
:: પકડાયેલ આરોપીઓની વિગત ::
(૧) સિદ્દીક ઉર્ફે છપ્પર જુમાભાઈ ચાવડા ઉ.વ.૩૫ રહે.મિયાણી વાસ કિડાણા તા.ગાંધીધામ
(૨) કાસમ ઉર્ફે ગુડબો જુમાભાઈ સોઢા ઉ.વ.૨૧ રહે.સાલ ફળીયુ મીઠી રોહર તા.ગાંધીધામ