ટ્રમ્પ ઉપર ડ્રોનથી હુમલાનો ખતરો

image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનાં પ્રશાસનના વરિષ્ઠ મંત્રી અને અધિકારીઓને ઈરાન તરફથી જીવનું જોખમ છે. ઈઝરાયલની ખુફિયા એજન્સી મોસાદે અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએને આ અંગે બેહદ ગંભીર ચેતવણી આપી છે. ઈરાન વિસ્ફોટક લાદેલા ડ્રોનથી ટ્રમ્પ અને તેમનાં નજીકના સહયોગીઓને નિશાન બનાવવાની સાજિશ રચી રહ્યું હોવાનું ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે. આ ગુપ્તચર ચેતવણી પછી અમેરિકામાં દોડધામ મચી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષાનો ઘેરો વધુ સઘન બનાવી દેવામાં આવ્યો છે અને તેમના સાર્વજનિક કાર્યક્રમોમાં પણ કાપ મૂકી દેવામાં આવ્યો છે. ખતરાની ગંભીરતાને ધ્યાને રાખતાં ટ્રમ્પ પ્રશાસનના અનેક મંત્રીઓને પણ તેમના નિવાસમાંથી સુરક્ષિત સૈન્ય ઠેકાણાઓમાં ખસેડી લેવામાં આવ્યા છે. જે અધિકારીઓને સૌથી વધુ ખતરો છે, તેમાં ટ્રેઝરી સેક્રેટરીસ્કોટ બેસેંટ, વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષામંત્રી પીટ હેગસેથનો સમાવેશ થાય છે. સ્બોટ બેસેંટને વોશિંગ્ટનના જ્યોર્જટાઉન સ્થિત તેમનાં ઘરેથી હટાવીને સુરક્ષિત સૈન્ય મથકે મોકલી દેવામાં આવ્યા છે. આવી જ રીતે માર્કો રુબિયો અને હેગસેથને પણ મજબૂત સુરક્ષા ધરાવતા સૈન્ય અવાસમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે. મોસાદના વડા રોમન ગોફેન હાલ અમેરિકાના પ્રવાસે છે અને તેમણે સીઆઈએના વડા જોન રેટક્લિફ સાથે મુલાકાત કરીને આ જાણકારીની પુષ્ટિ આપી હતી. આ ચેતવણી પછી ઈરાન પ્રત્યે ટ્રમ્પનો રુખ સખત થઈ ગયો છે અને ઈરાન સાથે ચાલતી વાતચીતની પ્રક્રિયામાંથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસને પણ હટાવી લીધા છે.