ભુજના ટ્રાન્સપોર્ટર સાથે 6.97 લાખની ઠગાઈ

froud

copy image

copy image

સાયબર છેતરાપિંડીનો વધુ એક બનાવ સપાટી પર આવ્યો છે, જેમાં ભુજના ટ્રાન્સપોર્ટર સાથે રૂ. 6.97 લાખની ઓનલાઈન છેતરાપિંડી થયાનું સામે આવ્યું છે. આ અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, તા. 11/11ના સવારે વાગ્યાથી તા. 18/11ના સવારે 6.24 વાગ્યા દરમિયાન આ બનાવ બન્યો હતો. આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીનાં એચડીએફસી બેંકની માધાપર શાખાનાં સાવિંગ્સ ખાતામાંથી કોઈ પણ પ્રકારનો કોલ કે ઓટીપી મેળવ્યા વગર ટેકનિકલ માધ્યમથી બેંક ખાતાનો અનધિકૃત ઉપયોગ કર્યો હતો. ફરિયાદીની જાણ કે સંમતિ વિના અલગ-અલગ કુલ 16 વખત બેંક ટ્રાન્ઝેક્શન ખાતાઓ તેમજ યુપીઆઈ આઈડીમાં કુલ રૂા. 6,97,593.78 બારોબાર ટ્રાન્સફર કરી નાણાં સેરવી લેવાયાંની મૂળ મોમાયમોરા (તા. માંડવી)ના રહેવાસી અને હાલ ભુજની લાભશુભ સોસાયટી ખાતે રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ યુપીઆઈઆઈડીના ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરી છે.