MISSION FUGITIVE” હેઠળ છેલ્લા એક વર્ષથી મિલ્કત સંબંધી ગુના કામેના લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગ૨ બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારનાઓના માર્ગદર્શન અને સુચના આધારે રાજયભરમાં મિલ્કત/શરીર સંબધી તેમજ એન.ડી.પી.એસ તેમજ પ્રોહી/જુગાર ગુના કામેના લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે ચાલી રહેલા વિશેષ અભિયાન” MISSION FUGITIVE” અંર્તગત પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લામાં ગુના કામેના લીસ્ટેડ નાસતા ફરતા આરોપી પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે આધારે શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર નાઓની સુચના આધારે અંજાર પોલીસ સ્ટેશનના ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૪૯૦/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૬૧ (૨) (એ), ૩૩૬(૨), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨), ૩૩૯ મુજબના વરસામેડી વિસ્તારના મિલ્કત સબંધી ગુના કામે નાસતા ફરતો લીસ્ટેડ આરોપી જગા પચાણભાઈ રબારી રહે.વરસામેડી ગામ તા.અંજાર કચ્છ વાળો જેઓ સદર ગુના છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હોઈ જે અન્વયે મજકુર આરોપી પકડવા પ્રયત્નસીલ હોઈ તે દરમ્યાન ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સથી બાતમી હકીકત આધારે જાણવા મળેલ કે મજકુર આરોપી વરસામેડી વિસ્તારમાં હોવાની હકિકત આધારે તાત્કાલીક એક પોલીસ ટીમ મોકલી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) જગા પચાણભાઈ રબારી રહે.વરસામેડી ગામ તા.અંજાર કચ્છ

ગુન્હાની વિગત :

(૧) અંજાર પોલીસ સ્ટેશનના ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૪૯૦/૨૦૨૫ બી.એન.એસ.ડલમ ૬૧(૨) (એ), ૩૩૬(૨), ૩૩૮,૩૩૬(૩), ૩૪૦(૨), ૩૩૯ મુજબ

ગુનાહિત ઇતિહાસની વિગત :

(૧) અંજાર પો.સ્ટે.૦૯૪૪/૨૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ.૪(૩), ૫(સી) મુજબ

(૨) અંજાર પો.સ્ટે.૦૯૪૩/૨૧ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ ની કલમ.૪(૩), ૫(સી) મુજબ

(3) અંજાર પો.સ્ટે.૦૭૭૪/૨૦ ઈ.પી.કો કલમ-૩૨૩ ૨૯૪(ખ) ૧૧૪ તથા જી.પી.એકટ ૬.૧૩૫

(૪) અંજાર પો.સ્ટે. ફસ્ટ – ૦૧૯૩/૨૦૧૮ ઈ.પી.ડો કલમ-૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૪ ૩૨૫ ૫૦૬(૨) મુજબ

(૫) અંજાર પો.સ્ટે.ફસ્ટ – ૦૧૨૯/૨૦૧૮ ઈ.પી.કો કલમ-૩૮૫ ૫૦૪ ૫૦૬(૨)

(૬) અંજાર પો.સ્ટે.ફસ્ટ – ૦૧૭૩/૨૦૧૫ ઈ.પી.કો કલમ-૧૪૩ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૪ ૩૨૫ ૫૦૬(૨) મુજબ

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.એ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ શ્રી સી.એમ.ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.