સત્તાપર ગામે આવેલ સત્તાપર પ્રાથમિક કુમાર શાળા બી.આર.સી. અંજાર આયોજીત અંજાર તાલુકા કક્ષાનાં વિજ્ઞાન મેળામાં કચરાનું અલગીકરણ (વેસ્ટ મેનેજમેન્ટ) કૃતિ તાલુકામાં પ્રથમ નંબર મેળવી અને જીલ્લા કક્ષાએ જશે. આ કૃતિ શાળાનાં વિજ્ઞાન ગણિતનાં શિક્ષણ સ્વાતીબેન ટાંક અને સહસહાયક સચિનભાઈ પટેલનાં માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓ શૈલેષભાઈ રમેશભાઈ ડુગરીયા અને સુરેશ કાનજી ડાંગર દ્વારા આગવી શૈલીમાં રજુ થયેલી અને આ કૃતિને તાલુકા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને જિલા કક્ષાએ એન્ટ્રી મેળવી છે. આ સિધ્ઘી બદલ શાળાનાં આચાર્ય શ્રી વિશાલભાઈ ઠક્કર તથા તમામ સ્ટાફ અને કન્યા શાળાનાં આચાર્ય અવંતિકાબેન પટેલ તથા તમામ સ્ટાફે શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં. સી.આ૨.સી. હિતેશભાઈ ચૌહાણ. સરપંચ શ્રીમતિ આરતીબેન દિનેશભાઈ માતા, ઉપપ્રમુખ શ્રીમતિ જશીબેન માતા, ગીતાબેન ડાંગર, શિક્ષણ સયિતિનાં ચેરમેન શ્રી રમેશભાઈ માતા, એસ.એમ.સી. નાં પ્રમુખ તથા તમામ સભ્યોએ પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને બિરદાવ્યા હતાં અને પ્રોત્સાહન પણ આપ્યું હતું. કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કૃતિનાં પ્રદર્શન વખતે તાલુકા બી.આર.સી. કો-ઓર્ડીનેટર મોહનભાઈ પટેલ, પ્રાંત અધિકારી શ્રી જોષી સાહેબ. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર, સતાપરનાં પૂર્વ સરપંચ શ્રી દિનેશભાઈ શામજીભાઈ માતા, રમેશભાઈ ગાગલ, નિતેશભાઈ ડાંગર, શિરીષભાઈ માતા તથા ગામનાં યુવાનો અને આગેવાનો શાળાની આ કૃતિને ખૂબ જ વખાણી હતી અને આ કૃતિ રાજય લેવલે જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે સોનામાં સુગંધ ભળે એ ઉક્તિને સાર્થક કરતાં ખેલ મહાફંભમાં પણ શાળાનાં વિધાર્થીઓ ખોખો સ્પર્ધામાં સેમીફાઈનલ સુધી પહોચ્યા હતાં તથા એથ્લેટીકમાં ૫૦ મીટર દોડમાં અન્ડર ૧૧ માં શાળાનાં શિક્ષક અને કોચ શ્રી કિર્તીભાઈ ધરમશીનાં માર્ગદર્શન હેઠળ ચાડ જયમીસ પ્રેમજીભાઈને જિલ્લા કક્ષાએ એન્ટ્રી મેળવેલ છે. તેઓશ્રી તા. ૨૫/૯/૨૦૧૯ નાં રોજ જિલ્લા કક્ષાએ જશે તથા વિજ્ઞાન મેળામાં પણ જિલ્લા કક્ષાએ બાળકો જશે.