ગુજરાત સરકારની જાહેરાત અનુસાર આજથી રાજ્યભરમાં મોટર વેહિકલ એક્ટન નવી દંડનીય જોગવાઈઓનો કડકપણે અમલ

ટ્રાફિકના નવા નિયમોની આજથી અમલવારી શરૂ થતાં ટ્રાફિક પોલીસ – આરટીઓ દ્વારા ચેકિંગ તો આરંભી દેવામાં આવ્યું છે ગુજરાત સરકારની જાહેરાત અનુસાર આજથી શજ્યભરમાં મોટર વેહિકલ એક્ટન નવી દંડનીય જોગવાઈઓનો કડકપણે અમલ શરૂ થઈ ગયો છે, કચ્છમાં ભુજ શહેર માં ટ્રાફિક પોલીસે માર્ગો પર તૈનાત થઈને વિશેષ કામગીરી શરુ કરી દીધી છે. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ જે.એમ.જાડેજાના જણાવ્યા મુજબ જિલ્લા મથક ભુજમાં જ્યુબિલી સર્કલ અન શહેરના એન્ટ્રી પોઈન્ટ સમાન હિલગાર્ડન ત્રણ રસ્તાએ ટ્રાફિક અને ટીઆરબીના જવાનોનો કાફલો ગોઠ દેવાઈ નિયમભંગ કરી દોડતાં વાહનચાલકો પાસેથી દંડનીય કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજથી નવા ટ્રાફિક નિયમો અમલી બન્યા હોઈ કચ્છમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. ૨- વ્હીલરમાં હેલમેટ પર ખાસ ફોક્સ કરાઈ રહ્યું હોવાનું જણાવી તેમણે ઉમેર્યું કે, જિલ્લાભરમાં ચેકિંગ કરવા માટે ટ્રાફિક પોલીસને આદેશ કરી દેવાયા છે.