આજ રોજ આર એન્ડ બી દ્વારા ગાંધીધામ ટાગોર રોડ પરથી દબાણો દુર કરવામા આવ્યા

આજ રોજ આર એન્ડ બી દ્વારા શહેરના ટાગોર રોડ પરથી દબાણો દુર કરવામા આવી ચૂકયા છે આ સર્વિસ રોડ પર અનેક વર્ષોથી કાચાં-પાકાં બાંધકામ, લારી-ગલ્લાંધારકો, માટલાવાળા વગેરે લોકોએ દબાણો ખડક્યાં હતા.ત્યારે મહત્વની વાત એ સામે આવી છે કે ઈફકોનો જે ગેટ છે તેને પણ દબાણમાં જ માનવામાં આવતો રહ્યો છે અને આ દબાણને દુર કરવાનીદીશામાં વખતો વખત રજુઆતો પણ થતી રહી છે પરંતુ તંત્રએ તે ગેટને સંપૂર્ણ પણ દુર કરીને ટ્રાફિકને અડચણરૂપ સમસ્યા હટાવી હોય તેવુ બનતુ જ ન હતુ પરંતુ આજરોજ આર એન્ડ બીના શ્રી બદલાણીયાની ટીમ દ્વરા આ ગેટ કે જે દબાણયુકત અવસ્થમાં હતો તેને પણ દુર કરાયો છે.પરિણામે, જનતાને મુખ્ય રોડ પરથી જ નછૂટકે અવરજવર કરવી પડતી અને ઘણીવાર જીવલેણ માર્ગ અકસ્માતનો ભોગ બનવું પડતું હતું. લાંબા સમયથી માથાના દુઃખાવા સમાન બની ગયેલાં આ દબાણો પર હથોડો વીંઝવા અંતે નાયબ કલેક્ટર વી.કે.જોશીએ આદેશો આપતાં જ આજે સવારથી ઓપરેશન ડિમોલીશન શરૂ કરાયું છે. ગાંધીધામ નગરપાલિકા અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી કરવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર જોશીએ શહેરમાં રહેલાં આવા અન્ય દબાણો પણ દૂર કરવામાં આવશે તેમ જણાવી સૌને નાગરિકધર્મ પાળી ગેરકાયદે દબાણો ના સર્જવા અનુરોધ કર્યો છે.