પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પણ આવી પ્રવૃત્તિથી પક્ષનું ખરાબ લાગતું હોઈ અગાઉ સૂચના આપી હતી, પણ માને કોણ?
મહિલાઓ રાજકારણમાં આવે તે માટે રાજકીય પ્રયાસો થઈ રહ્યા છે, પણ મહિલાઓ સત્ત્।નું વ્યવસ્થાપન સંભાળે તે માટે કોઈ પણ રાજકીય પક્ષ પૂરતા પ્રયાસો કરતા નથી. એટલે જ ચૂંટાયા પછી મોટે ભાગે મહિલા હોદ્દેદારોનો વહીવટ તેમના પતિઓ ચલાવતા હોય છે. જોકે, કચ્છના ડીડીઓ પ્રભવ જોશીએ હવે ધોકો પછાડ્યો છે અને જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમ જ કર્મચારીઓને સૂચના આપી છે કે, જે તે વિભાગના મહિલા ચેરપર્સન વતી જો તેમના પતિઓ કોઈ સૂચના આપે તો માનતા નહીં. દ્યણો સમય થયો કચ્છ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા મહિલા સદસ્યોના પતિઓની દખલગીરી વધી રહી હોવાનો અને દ્યણા કિસ્સાઓમાં વહીવટમાં દબાણ પણ થઈ રહ્યું હોવાની વાતો સમયાંતરે ચર્ચાતી રહી છે. થોડો સમય પહેલાં ખુદ પ્રમુખ લક્ષમણસિંહ સોઢાએ પણ ચેમ્બરનો કબ્જો જમાવી બેસતા મહિલા હોદ્દેદારોના પતિઓના વલણ સામે નારાજગી દર્શાવી આનાથી પક્ષની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચતું હોવાની લાગણી વ્યકત કરી હતી. જોકે, હવે ડીડીઓના આદેશને પગલે કચ્છના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે