નંદગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનુંમોત, માતા પુત્રને ઈજાઓ

ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ નંદગામ નજીક રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસામાં અજાણ્યા વાહન એ ગાંધીધામ થી ચોટીલા પગપાળા જતા પરિવારને હડફેટે લેતા દીપકભાઈ છગનભાઈ ગોહિલ ઉંમર વર્ષ ૩૦ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ જીવલેણ અકસ્માતમાં અરધીબેન દીપકભાઈ પરમાર અને તેના પુત્ર જગુ દિપકભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ પરિવાર ગાંધીધામના જીઆઇડીસીમાં રહેશે અને ગાંધીધામ થી ચોટીલા પગપાળા જઇ રહ્યો હતો તે દરમિયાન આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે