અંજાર તાલુકાના મેઘપર બોરીચી મા ઓફિસમાં ઘૂસીને રૂપિયા ૩૮ હજારની લૂંટ ચલાવી યુવાનની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે અને અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે મેઘપર બોરીચી સીમમાં રમેશચંદ્ર જેન્તીભાઈ ઠક્કર ની ઓફિસ માં ત્રણ થી ચાર શખ્સોએ ખુશીને સોનાની ચેન અને એક મોબાઇલ સહિત કુલ રૂપિયા ૩૮૦૦૦ની લૂંટ કરી ને રમેશચંદ્ર ઠક્કર ની હત્યા કરી દેવામાં આવી હતી આ મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન અંજાર પોલીસે રામકૃષ્ણ ઉર્ફે લાલો ગિરજાશંકર વ્યાસ ઉંમર વર્ષ ૨૪ રહે વિજયનગર અંજાર ને ઝડપી પૂછપરછ કરતા તેમણે મેઘપર બોરીચીમાં ઓફિસની અંદર યુવાનની હત્યા કરીને લૂંટ ચલાવી હતી તેમણે અન્ય શખ્સો સાથે મળીને આ બનાવને અંજામ આપ્યો હતો કબૂલાત કરી હતી પોલીસે તેની સાથેના અન્ય શખ્સોને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે