ભુજ તાલુકાના ધ્રંગ ગામેથી હાથ બનાવટની દેશી બંદુક સાથે શોખ માટે વોટસએપ સ્ટેટસમાં ફોટા તેમજ વિડીયો અપલોડ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડતી લોકલ કાઇમ બ્રાન્ચ, પશ્ચિમ-કચ્છ, ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ અસામાજીક ગુન્હાહિત પ્રવુતિ શોધી કાઢવાની સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર, એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને મળેલ હકીકત જેમાં શોખ માટે હથીયારો સાથે ફોટા તેમજ વિડીયો વોટસએપમાં મુકેલ તે અંગે તપાસ કરવા જણાવેલ જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. પટ્રોલીંગ દરમ્યાન હકીકત મળેલ કે, વોટસએપમાં જે વ્યકિતઓના હથીયાર સાથે ફોટા તથા વિડીયો સબંધે હકીકત મળેલ તે વ્યકિતઓ ભુજના આશાપુરા નગરમાં રહેતો કાસમ ઉર્ફે અયુબ ઓસ્માણ મથડા તથા ભીડ નાકા બહાર રહેતો ઇરફાન હુસેન મોખા હોવાની માહિતી મળતા જે માહિતી આધારે બંને ઇસમોને એલ.સી.બી. કચેરીએ લઇ આવી પુછ પરછ કરતા બંનેને હથીયાર સાથેના ફોટા તથા વિડીયો બનાવવાનો શોખ હોઇ જેથી પોતાના મિત્રો હનીફ જુસબ લાડક, રહે.ધ્રંગ, તા.ભુજ તથા સોહિલ જુસબ મોખા, રહે.પૈયા, તા.ભુજ વાળાઓ સાથે આજથી પોણા બે મહિના પહેલા હનીફ જુસબ લાડક, રહે.ધ્રંગ, તા.ભુજ વાળાના મકાન નજીક ખટલા વિસ્તાર ગૌચર જમીન આવેલ હોઇ ત્યાં બપોરના સમયે જમવાનુ પ્રોગ્રામ બનાવી બપોરના સમયે આરોપી હનીફ જુસબ લાડકના કબ્જાની ગુરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક તથા સોહિલ જુસબ મોખાના કબ્જાની ગેરકાયદેસર દેશી હાથ બનાવટની બંદુક આરોપીઓ કાસમ તથા ઇરફાને ધારણ કરી ઇરફાને આરોપી હનીફે ગન પાઉડર ભરી આપતા ખુલ્લી જગ્યામાં પોતાની તથા અન્યોની જીંદગી જોખમાય તે રીતે વિસ્ફોટક પદાર્થ અંગે બેદરકારી ભર્યુ આચરણ કરી તે ગેરકાયદેર બંદુક માંથી જારના ઝાડ સામે ફાયરીંગ કરેલ હોવાની કબુલાત આધારે આરોપીઓ (૧) કાસમ ઉર્ફે અયુબ ઓસ્માણ મથડા, ઉ.વ.૨૪, રહે.આશાપુરા નગર, એરપોર્ટ રોડ, ભુજ (ર) ઇરફાન હુસેમ મોખા, ઉ.વ.૨૭, રહે.ભીડનાકા બહાર, ભુજવાળાઓ સાથે આરોપી (૩) હનીફ જુસબ લાડક, ઉ.વ.૩૩, રહે.ધ્રંગ, તા.ભુજવાળાની તપાસ કરતા મળી આવતા તેના કબ્જાની હાથ બનાવટની દેશી સીંગલ બેરલ બંદુક નંગ – ૧, જેની કિ.રૂા.૧૦૦૦/- ગણી કબ્જે કરેલ. અને આરપીઓના કબ્જાના મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂા.૧૦,૦૦૦/- ના મળી આવતા તપાસ કામે કબ્જે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ જયારે આરોપી નં.(૪) સોહિલ જુસબ મોખા, રહે.પૈયા, તા.ભુજ વાળો હાજર નહી મળી આવતા ચારેય ઇસમો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ – ૨૮૬, ૩૩૬, તથા આર્મ્સ એકટ કલમ – ૨૫(૧-બી) એ, ૨૭(૧) તથા જી.પી.એકટ કલમ – ૧૩૫ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપસ અર્થે ભુજ શહેર બી ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.*