નલિયામાં કેન્દ્રીય વિદ્યાલયના ક્લાર્કે ૨૧.૬૨ ની ઉચાપત કરી

નલિયા એરફોર્સ સ્ટેશનમાં આવેલ કેન્દ્ર વિદ્યાલય ક્લાર્ક તરીકે નોકરી કરતા શકશે શાળા સાથે ૨૧.૬૨ લાખ નીઉચાપત કરી છે શિક્ષકોના પગાર બીલો ટી.એ.ડી.એ અને ખોટા વાઉચર બનાવી લાખો રૂપિયા ચાઉ કરી જનાર ક્લાર્ક સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે નલિયા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે એરફોર્સ સ્ટેશનમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતો રાજબીર રામસિંગ યાદવ એ ગત તારીખ ૨૭/૧૧/૨૦૧૫ થી તારીખ ૧૮/૧૦/૨૦૧૮ દરમિયાન શાળાના શિક્ષકોના પગાર બિલો તથા ટી એ ડી એ ના બિલો, શાળાના મેન્ટેનન્સ ના ખોટા બિલો, તેમજ વાઉચર ઓ નો ખરા તરીકે ઉપયોગ કરી ને રૂપિયા ૨૧૬૨૩૮૫ ની શાળા સાથે છેતરપિંડી કરી છે અને રૂપિયા ચાંઉ કરી ગયો છે આ અંગે એરફોર્સ સ્ટેશન સ્થિત કેન્દ્રીય વિદ્યાલય સ્ટાફ ક્વાર્ટર માં રહેતા અરુણ શ્રીમૂલચંદ શર્માએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી જુનિયર ક્લાર્ક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે