લોકો વાહનપાર્ક કરવા દર દર ભટકે છે ત્યારે દબાણ ઝુંબેશના તીકડમ કરતા તંત્રોને પાર્કિંગ પ્લોટ ખાલી કરાવાનું સુઝતુ નથી તેવી લોક મુખે ચર્ચા

ભુજ શહેર માં ભાડા દ્વારા ટાઉન પ્લાનીંગ કરાયું ત્યારે અંદાજિત ૩૬ પાર્કિંગ પ્લોટ રાખવામાં આવ્યા : દબાણ હટાવ જુંબેશ માં શું આ પાર્કિંગ પ્લોટો ખાલી થસે તેવી લોક મુખે ચર્ચા

ભુજનો વિકાસ થતા શહેરમાં ટ્રાફીકના પ્રશ્નો વધ્યા છે ત્યારે પાર્કિંગ પ્લોટનો વિકાસ ન કરાતા શહેરમાં વાહનચાલકોને અનેક સમસ્યા નડી રહી છે. હાલે પ્રવાસીઓની મોસમ શરૃ થઈ ગઈ છે ત્યારે ભુજના ફરવાના સૃથળોથી લઈને રસ્તાઓમાં પણ ભારે ટ્રાફીકની સમસ્યા જોવા મળે છે. બારેમાસ પાર્કિગના અભાવે શહેરવાસીઓ પણ મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે દબાણઝુંબેશ કરતા પહેલા પાર્કિંગ પ્લોટ ખાલી કરાય તથા રેકડીધારકો માટે અલાયદી જગ્યા ફાળવણી કરાય તેવી લોક માંગણી ઉઠી છે. ભુકંપ સમયે ભાડા દ્વારા ટાઉન પ્લાનીંગ કરાયું ત્યારે ગામતળમાં અંદાજિત ૩૬ પાર્કિંગ પ્લોટ રાખવામાં આવ્યા હતા .પરંતુ ૧૯ વર્ષ થયા વિકાસ ન કરાતા અનેક પાર્કિંગ પ્લોટો પર માથા ભારે તત્વો દ્વારા દબાણો થઈ ગયા છે. થોડા વર્ષ પુર્વે ભુજ નગરપાલિકા એ તમામ પ્લોટ ભાડા પાસેાથી હસ્તગત કર્યા બાદ તેના વિકાસનો કોલ આપ્યો હતો.પરંતુ આજે ૪ વર્ષાથી વધુ સમય થયો હજી સુાધી તે દિશામાં પણ કંઈ કામ કરાયું નથી. આ તમામ નાના-મોટા પ્લોટનો વિકાસ થાય અને તે સૃથળે વાહનો પાર્ક થઈ શકે તે માટે ભાડાએ ૧૦ લાખની ફાળવણી કરી હતી.આમછતાં હજી સુધી તેનો ઉપયોગ પણ ન કરાતા ૧૦ લાખ ચાઉં તો નાથી થઈ ગયાને તેવી લોક મુખે ચર્ચા એ પણ જોર પકડયું છે. હાલે તહેવારના સમયે ખરીદી કરવા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડયો હતો. પરંતુ પાર્કિંગ પ્લોટની સુવિધા જ ન હોવાથી પ્રવાસન સૃથળો આસપાસના વિસ્તાર તથા બજારોમાં ભારે ટ્રાફીક સર્જાય છે. ભુજ સુધરાઈના શાસકો તથા ટ્રાફીક પોલીસ દબાણ હટાવવાની કામચલાઉ કામગીરી બાદ વર્ષોથી કાયમી ઉકેલ લાવવા પગલા ભરતી ન હોવાથી ભુજ ટ્રાફીકસમસ્યાનું કેન્દ્ર બની ગયું છે.બીજીતરફ રીઝર્વ રખાયેલા પ્લોટનું ફરી એકવાર અસ્તિત્વ નાબુદ થઈ ગયું હોય તેવો તાલ છે. તો શું ભુજ નગરપાલિકા દબાણ હટાવ જુંબેશ સાથે આ પાર્કિંગ પ્લોટ ખાલી કરાવશે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જો આ પાર્કિંગ પ્લોટ ખાલી થાય તો ભુજની ટ્રાફિક સમસ્યા હલ થઈ સકે તેવી લોક મુખે ચર્ચા થઈ રહી છે