સસ્તી દવાઓ હવે મોહંઘી થવાનો ખતરો

કેન્દ્ર સરકાર હવે દવાઓના ભાવ માં ફેરબદલ કરવા જઈ રહી છે. પ્રતિ ડોઝ રુપિયા પાંચ થી ઓછી કિંમતની દવાઓ પરથી અંકુશ હટી જશે અને આવી દવાઓ ને પ્રાઈઝ કંટ્રોલ લિસ્ટ માંથી બહાર કરી દેવામાં આવશે. જો આમ થાય તો દવા બનાવનારી કંપનીઓ આવી દવાઓ પર રુપિયા 10 ટકાનો ભાવ વધારો કરી શકે છે અને આ ભાવ વધારો દર વર્ષે આવે તેવું જોખમ પણ રહેલું છે.આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદી ને નવેસરથી તૈયાર કરવામાં આવી રહી છે. ચાલુ સપ્તાહે દવાઓ અંગેની રાષ્ટ્રીય સમિતિની બેઠક મળવાની છે અને તેમાં 2015ની આવી યાદી ની સમીક્ષા કરવામાં આવશે. સરકાર અને દવા ઉધોગના સૂત્રોએ આ વાતની પુષ્ટિ કરી છે. દેશમાં 1.36 લાખ કરોડ રુપિયાની દવાની માર્કેટ છે જે પૈકીની અંદાજે 19 ટકા દવાઓ મૂલ્ય નિયંત્રણ ના દાયરામાં માં આવે છે. આ પૈકીની અંદાજે ચારથી પાંચ ટકા એવી દવાઓ છે જેના એક ડોઝ ની કિંમત રુપિયા પાંચ થી ઓછી છે. એક ડોઝ નો અર્થ થાય છે એક ગોળી અથવા કેપ્સુલ.દવા ઉધોગના એક સૂત્ર એવી માહિતી આપી છે કે અંદાજે એક વર્ષથી દવા ઉધોગ આ માગણી કરી રહ્યું છે અને સરકાર સાથે અનેક બેઠકો પણ થઇ ગઇ છે અને પ્રસ્તાવ પણ આપી દેવાયા છે જમા એવી માગણી કરવામાં આવી છે કે રુપિયા પાંચ થી ઓછી કિંમતના દવાના ડોઝ હોય તો તે દવાને ભાવ નિયંત્રણ વ્યવસ્થામાંથી મુક્ત કરી દેવી જોઈએ આ અંગે સરકારે અનેકવાર ખાતરી આપી હતી પરંતુ તેનો અમલ કર્યો નથી.