કચ્છનાં ઐતિહાસિક દેશલપર તળાવમાં ઘાસ ઉગી નીકળતા નારાજગી

મુખ્યમંત્રી વિજયભાઈની તાકીદ છતાંયે ભુજ પાલિકાનો વહીવટ સુધર્યો નહિ, સફેદરણ નિહાળવા ભુજ આવતા ટુરિસ્ટો વચ્ચે ભુજમાં સમસ્યાઓના ગંજ

ભુજ નગરપાલિકાના ભાજપના વર્તમાન શાસકોનું શાસન અજાયબીરૂપ છે. ખુદ ભાજપના ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય હોય, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ હોય કે વર્તમાન શાસકોનું શાસન સમજવા માં ગોથું ખાઈ રહ્યા છે. જોકે, લોકસભાના ચૂંટણી પ્રચાર દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકાસની વાતો કરનારા જિલ્લા મહામંત્રી અને ભુજ પાલિકામાં જેનો સિક્કો હોદ્દેદારો કરતાં વધુ ચાલે છે, તેવા ચાવી રૂપ નગરસેવક શૈલેન્દ્રસિંહ જાડેજાને પણ મોદીના રસ્તે ભુજનો વિકાસ કરવાને બદલે અન્ય વિકાસમાં રસ હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે, મૂળ વાત ટુરિસ્ટ સીટી ભુજમાં શાસકોની ‘બેદરકારીભરી’ ના ગ્રીન પોન્ડમાં ફેરવાયેલ ભુજના દેશલસર તળાવની ખરાબ હાલતની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના લોકોને અપાઈ રહેલા સ્વચ્છતાના સંદેશને ભાજપના ભુજના શાસકોએ કચરાપેટીમાં ફેંકી દીધો છે. ગટર ગંગા બનેલ ભુજનું દેશલસર તળાવ હવે વધુ ઉપેક્ષાના કારણે અંદર ઊગી નીકળેલા આડેધડ દ્યાસને કારણે કચરા અને દ્યાસના અસ્વચ્છ સરોવરમાં ફેરવાઈ ગયું છે. ભુજના આરટીઆઇ એકટીવીસ્ટ હુસેન થેબાએ ભુજના દેશલસર તળાવની આ તસવીરો સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરીને દેશલસર તળાવની સફાઈ માટે રજુઆત કરી છે. એક ભુજ વાસી તરીકે ભીડ નાકે એક આંટો મારજો તો ખ્યાલ આવશે કે, આપણા ભુજના ઐતિહાસિક દેશલસર તળાવની પરિસ્થિતિ કેટલી હદે ખરાબ છે. ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા આ વિસ્તારના નગરસેવક ફકીરમામદ કુંભાર અને અન્ય કોંગ્રેસી નગરસેવકોએ પણ દેશલસર તળાવની ખરાબ થતી પરિસ્થિતિને સુધારવા વારંવાર રજૂઆતો કરી ચુકયા છે. ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપેક્ષાના કારણે ટુરિસ્ટ સીટી ભુજમાં સમસ્યાઓના ઢગ પણ, છેલ્લી ટર્મ થી ભુજના પ્રમુખ રહી ચૂકેલા પૂર્વ પ્રમુખ અશોક હાથી, વર્તમાન પ્રમુખ લતાબેન સોલંકી, પૂર્વ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, વર્તમાન કારોબારી ચેરમેન ભરત રાણા તેમના બેદરકારીભર્યા વહીવટ અને પેદ્યી ગયેલા ચોક્કસ કર્મચારીઓની સાંઠગાંઠ તેમ જ ચીફ ઓફિસરના’વહીવટ’ ને કાબુમાં રાખવાને બદલે તેમની સાથે જોડાઈ જતાં આજે ભુજ શહેરના ઇતિહાસમાં આવી ખરાબ હાલત સર્જાઈ છે. લોકોને નગરપાલિકા દ્વારા થતી વોર્ડ મીટીંગોમાં રસ નથી. તેનું કારણ ભુજ પાલિકાના શાસકોમાં ભરોસો નથી. આશા રાખીએ કે, દેશલસર તળાવની આવી ખરાબ હાલત જોઈને સાંસદ, રાજયમંત્રી, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખનો આત્મા કકળે અને કંઈક સફાઈની કામગીરી થાય. બાકી ભુજ પાલિકામાં સત્ત્। મેળવ્યા પછી હવે ઊંચી ઉડાન સાથે સીધા જ જિલ્લા કક્ષાના આગેવાન અને ધારાસભ્ય બનવાના સપના જોતા વર્તમાન શાસકો ‘વહીવટ’ ના કારણે એવા તગડાં થઈ ગયા છે કે, તેઓ ભુજના નાગરિક હોવા છતાંયે તેમનો આત્મા જાગવાનું નામ લેતો નથી.દર વર્ષે કરોડો રૂપિયાના કોન્ટ્રાકટ આપ્યા પછી પણ ભુજમાં ઠેર ઠેર ગટરો વહે છે, ચારેકોર ગંદકી છે, રખડતાં ઢોરોએ ભુજના રસ્તાઓને વથાણમાં ફેરવી નાખ્યા છે, રસ્તા માં ખાડાઓ છે કે ખાડાઓમાં રસ્તા છે તે સમજાતું નથી, હમીરસર કાંઠે ટુરિસ્ટોને ભિક્ષુકો ભીખ માંગી પરેશાન કરે છે, બગીચાઓ ઉજ્જડ થઈ ગયા છે આટલું ઓછું હોય તેમ હવે દેશલસર તળાવમાં દ્યાસ ઊગી નીકળ્યું છે. અહીં ભુજના લોકોને થતો પ્રશ્ન અને ચર્ચા એ જ છે કે, નરેન્દ્ર મોદીના નામે વિકાસની વાતો કરનારા કચ્છ ભાજપના નેતાઓને ભુજની આવી હાલત નહીં દેખાતી હોય?