ભૂજની નાયબ ચેરીટી કમિશનરની કચેરીમાં નિયમોની ખુલ્લેઆમ અવગણના

ટ્રસ્ટ નોંધણી સમયે દસ્તાવેજોની ચકાસણીમાં રખાતી કચાસ.

સૂત્રોના જણાવ્યા મુજબ કરછ ની જિલ્લા મથક ભુજ ખાતે આવેલી નાયબ ચેરિટી કમિશનર શ્રી ( ટ્રસ્ટ નોધણી )ની કચેરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.. કરછ જીલ્લામાં ચાલતા ટ્રસ્ટો ની ગુજરાત સરકાર શ્રી તથા ચેરિટી કમિશનર શ્રી (ગુજરાત) ટ્રસ્ટ દ્વારા નોંધણી સમયે તપાસવાના તથા ચકાસણીના આધારો.. ટ્રસ્ટ નું બંધારણ, ટ્રસ્ટ નાહેતુ , ટ્રસ્ટીઓ ના નામ સંમતિ, બાંહેધરી, જેવા નિયમોની ખુલ્લી અવગણના ભુજ કચેરી દ્વારા કોઈ અગમ્ય કારર્ણોસર થતી હોવાનું જાણવા મળેલ છે …
ટ્રસ્ટ નું બંધારણ, હેતુ, તૈયાર કરતાં સમયે તમામ ટ્રસ્ટીઓ ની હાજરી , તેમના સૂચનો, દયાને લઈ તૈયાર કરવાનો નિયમ હોવા છતાં અમુક મોટા ટ્રસ્ટોમાં ટ્રસ્ટીઓ ની ઉપસ્થિતિ કે અનુમતિ વગર બની બેઠેલા મેનેજીંગ ટ્રસ્ટી ઓ તેમજ તેમના મળતિયા ઑ બંધબારણે-બંધારણ તૈયાર કરી સરકાર શ્રી ના નિયમોનું ખુલ્લે આમ ઉલનઘન કરી અન્ય ટ્રસ્ટી ઓ ને અંધારામાં રાખી સરકાર શ્રી દ્વારા મળતા લાભો, માત્ર પૈસા અંગત સ્વાર્થ, મોજવિલાસ માટે કોઈપણ રીતે મેળવવા ટ્રસ્ટ ની રચના કરતાં હોવાનું જાણવા મળેલ છે… પોતે વ્યાપક સતાઓ મેળવી સરકાર શ્રી તથા સમાજને છેતરે છે અને તેમના હિસાબો મિલકતો બાબત નાયબ ચેરેટી કમિશનર શ્રી કરછ ની કચેરી પણ.. કોઈ અગમ્ય કારણ થી તેમના અધિકારી કર્મચારી વર્ગ જાણતા ન હોવાનું જણાવે છે જે સમાજ સરકાર માટે એક સૂચક સવાલ છે
સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રસ્ટ ની માહિતી બાબતે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે ટ્રસ્ટનો.. ” વહીવટ પારદર્શક ” હોવાનું પ્રમાણ પત્ર કચેરી દ્વારા અપાય છે જે ઘણું કહી જાય છે…

ત્યારે આવા ટ્રસ્ટનો વહીવટ માં થતાં ગોલ માલનો ટૂંક સમયમાં કરછ કેર ટીવી ન્યુઝ કરશે પરદાફાસ તો જોતાં રહો કરછ કેર ટીવી ન્યુઝ