ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસમાં કાયમી ધોરણે એક થર્ડ એસી કોચ જોડવાનો રેલવે પ્રશાસને નિર્ણય કર્યો છે રેલ પ્રશાસન દ્વારા યાત્રિઓની માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખતાં ટ્રેન નં. ૧૬૩૩૬/૧૬૩૩૫ ગાંધીધામ-નાગરકોઇલ એક્સપ્રેસમાં ૨૬ નવેમ્બરથી નાગરકોઇલથી તથા ૨૯ નવેમ્બર ૨૦૧૯થી ગાંધીધામથી એક થર્ડ એસી કોચ કાયમી ધોરણે જોડવામાં આવી રહ્યો છે. તદનુસાર આ ટ્રેનમાં ઉપરોક્ત તારીખથી એક સેકન્ડ એસી, ચાર થર્ડ એસી, અગિયાર સ્લીપર, એક પેન્ટ્રીકાર અને છ જનરલ કોચ સહિત કુલ ૨૩ કોચ રહેશે.