માંડવી નગરપાલિકાનો ક્યો વેચાઉ આખલો જે કોનાં ફાર્મહાઉસ મા”વિકાસ”ના ખીલા ખોડેલા છે.

રાજ્ય સરકાર વિવિધ તબક્કે કરોડો રૂપિયાની ગ્રાન્ટો માંડવી નગરપાલિકાને આપે છે તો કેટલી ગ્રાન્ટો માથી કેટલાં કામો થાય છે તે કોને ખબર ? માંડવી નગરપાલિકાનો આંધણો”વિકાસ”અને વહીવટ કઈ દિશામાં કામગીરી કરે છે તે કોને ખબર ? અને આ બાબતે કેમ કોઈ પ્રજાના હિત માટે આગળ આવતાં નથીં ? ભ્રષ્ટાચાર ની પર્યાય બની ચુકેલી અને વારંવાર વિવાદમાં જ સપડાયેલી હોય છે. માંડવી નગર સેવા સદનનો ક્યો વેચાઉ આખલો જેનાં પર સત્તાપક્ષના ચાર હાથ છે. 2018-2019 ના સમયમાં માંડવી નગરપાલિકા દ્વારા બેસવાના”બાંકડા” કેટલાં ના ખર્ચે ખરીદવામા આવ્યા, કયાં કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપવામાં આવ્યો ?

અને માંડવી શહેરમાં તમામ વોર્ડ-વાઈસ કેટલાં બાંકડા લગાડવામાં આવ્યા જે તપાસનો વિષય બન્યો છે.જયારે આ બાબતે પણ ચાર હાથે ભ્રષ્ટાચાર આચરાયું છે જેની માંડવી શહેરમાં જાહેરમાં જેની ગંધ આવી રહી છે.અગાઉ વિકાસના નામે ટેન્ડરો બહાર પાડી શહેરની સુખાકારી માટે મંગાવાયેલા સાધનો જેવાં કે,બેસવાના બાંકડાઓ,ફુલ છોડ માટે-મોટાં કુંડાઓ, એ.લી.ડી.લાઈટો તથાં પાણીનાં બોર માટેના સાધનો જે સરકારી મિલ્કત હસ્તકના જે માંડવી નગરપાલિકાના કયાં ભ્રષ્ટાચારી આખલા ના”પ્રાઈવેટ ફાર્મહાઉસ”મા લાગેલાં છે. આ ફાર્મહાઉસ શહેરના કલવાણ રોડ વાડી-વિસ્તારમાં આવેલું ફાર્મ જેમાં આંધણા વિકાસના નામનો”કપાસ” ફાલી-ફુટી નીકળ્યો છે.

આ તો એવો કયો માંડવી નગરપાલિકાનો “જીગર”નો કટકો જેનાં ઉપર કોનાં ચાર હાથ ? આ પાલિકાના અમુક ચુંટાયેલા પ્રતિનિધીઓ અને અમુક પલડેલા કર્મચારીઓ પ્રજાના પરસેવાના કમાણીનો દૂર-ઉપયોગ કરી રહયાં છે.અગાઉ નગરપાલિકામાં મોટાં ઉપાડે જે પર્યાવરણની વાતો કરવા વાળા જેવા કે,વૃક્ષારોપણ કરતાં-કરતાં ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયું હતું.

જો માંડવી ના આજુબાજુના વિસ્તારોમા આવેલાં ફાર્મહાઉસ મા તપાસ થાય મોટાં પાયે કૌભાંડ બહાર આવે એવી માંગ ઉઠી છે એવાં માંડવી નગરપાલિકા બની સત્તાધિશો સામે સવાલો ઉઠી રહયાં છે.જયારે નવાઈ ની વાત તો એછેકે ભુજ શહેરનાં વિપક્ષ દ્વારા પ્રજાના સવાલોને લઈ ભુજ નગરપાલિકાને તાળાં બંધી કરી દેવામાં આવતું હોય છે તો, માંડવી શહેરનો વિપક્ષ કેમ મૌન છે.જયારે આ બાબતે માંડવી વિપક્ષની કામગીરી પર માછલાં ધોવાઈ રહયાં છે. આટલો ભ્રષ્ટાચાર થવા છતાં કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં આવતો નથીં વિપક્ષી નેતા આખો દિવસ ફકત શેખચલ્લી ના વિચારોમા રચ્યા-પચ્યા ફરતાં રહે છે.

જે નેતા સામાન્ય સભામાં ક્યારેય પણ વાજીયો વિરોધ પણ નોંધાવતાં નથીં. જયારે અમુક જ વોર્ડના કોગ્રેસી સદસયો પ્રજાકીય હિત માટે અવાજ ઉઠાવતાં રહે છે પણ વિપક્ષી નેતાએ જયાંરે મૌન ધારણ કરી બેઠાં હોય છે.આ બાબતે વિપક્ષનો સત્તાપક્ષ સાથે સાંઠગાઢ સંબંધ હોય તેવું ચર્ચાનો વિષય બન્યો છે.હવે આ બાબતે માંડવી નગરપાલિકાના આંધણા વિકાસના વહીવટ ઉપર યોગ્ય અને તટસ્થ આવાં બની બેઠેલા આખલા ઉપર ઉચ્ચ કક્ષાએથી થાય તો એનો રેલો કયા થી કયાં સુધી પહોંચે તથાં જયારે માંડવી શહેરનું વિપક્ષ જયાંરે મૌન થઈ બેઠું છે ત્યારે એમનાં પારણાં કોણ ઝુલાવશે ? એવુ માંડવી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

કચ્છ કેર ટીવી ન્યુઝ
રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી
માંડવી કચ્છ.
મો: 9978737749