ખાવડા પંથકમાં સપાટો : ચોરીના પથ્થરો ભરેલા 10 વાહનો કબ્જે

કચ્છમાં ખનીજ ચોરો પર રેન્જ આઇજીએ તવાઇ બોલાવવાનું શરૂ કર્યા બાદ હવે ખાવડા પંથકમાં એલસીબીએ સપાટો બોલાવી દીધો છે. રોયલ્ટી કે પરમીટ વગર પથ્થરો ભરેલા 10 વાહનો કબ્જે કરી ખાવડા પોલીસ મથકે મુકી દઇ આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ટીમે પકડેલી 2 ટ્રક અને 8 હાઇવા અંગે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કર્યો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ખાવડા વિસ્તારમાં ધ્રોબાણા ગામથી ઇન્ડિયા બ્રીજ તરફના રસ્તે ગેરકાયદેસર પથ્થરોનું ખોદકામ ચાલુ હોવાથી બાતમી એલસીબીની ટીમને મળતા વોચ ગોઠવી 2 ટ્રક અને 8 હાઇવાને પકડી પાડયા હતા.એલસીબીની ટીમે મલુક મામદરહીમ સમા (રહે. ધ્રોબાણા)વાળાના કબ્જામાંથી ટ્રક નંબર જીજે 12 યુ 8229, સોહેબ મામદરહીમ સમા (રહે. ધ્રોબાણા)વાળાના કબ્રજામાંથી ટ્રક નંબર જીજે 12 વી 5868 વાળી બંને ટ્રકોમાં લાઇમ સ્ટોનના સાદા પથ્થરો મળી આવતા વાહન ડિટેઇન કરી આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. તો દાના સુરા આહીર (રહે. વંગ, નખત્રાણા)ના કબ્જામાંથી હાઇવા નંબર જીજે 12 શ 9989, હસણ આદમ સીસોદીયા (રહે. બીબ્બર, નખત્રાણા)ના કબ્જામાંથી હાઇવા નંબર જીજે 12 બીવી 7191, સનાઉલ્લા રાયબ સમા (રહે. ધ્રોણાણા)ના ક્બજામાંથી હાઇવા નંબર જીજે 12 એડબ્લ્યુ 5188, કરમશી રાણાભાઇ આહીર (રહે. વંગ)ના કબ્જામાંથી જીજે 12 બીટી 9978, સુરેશ હરી ચાડ (રહે. સુમરાસર ઢોરી)ના ક્બજામાંથી જીજે 24 વી 9925, સાજીદ અબ્દુલ્લા મોગલ (રહે. ઢોરી)ના કબ્જામાંથી હાઇવા ડમ્પર નંબર જીજે 17 યુયુ 1316 અને દીલીપ વાલાભાઇ રાઠવા (રહે. ધનકુવા, હાલોલ પંચમહાલ) હાઇવા ડમ્પર આરજે 04 જીબી 7988, જીયાભાઇ હારૂન સમા (રહે. ધ્રોબાણા) હાઇવા જીજે 18 એટી 7304ના ચાલકો પાસેથી ડ્રાઇવીંગ લાઇસન્સ વગર મળી આવતા ડિટેઇન કર આરટીઓ અને ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવા સહિતની કાર્યવાહી કરી ખાવડા પોલીસ મથકે મુકી દેવાયા હતા.રૂદ્રાણી અને ખાવડા પંથકમાં રાત્રે રેતીના ડમ્પરો ભરાય છે, આ કામગીરી માત્ર રાતના જ થાય છે. દિવસે આ રીતેના વાહનો રોડ પર ફરકતા જ નથી. સાંજ ેઅંધારો થઇ જાય ત્યારથી રેતીની ગાડીઓ રોડ પરથી નીકળવાનું શરૂ થાય છે છેક સવારે પાંચથી છ વાગ્યા સુધી આ વાહનોથી રોડ સતત ધમધમતો રહે છે. દિવસને બદલે રાત્રે આ રીતે વાહનો રોડ પર દોડતા હોવાથી શંકાસ્પદ જણાઇ આવ્યા છે. આ વિસ્તારમાંથી અગાઉ રેતી ચોરીના બનાવો પણ સામે આવી ચુકયા છે. રેન્જ આઇજી દ્વારા ખનીજ ચોરો પર તવાઇ બોલાવી દેવાઇ છે ત્યારે આ વિસ્તારમાં પણ પેટ્રોલીંગ વધારે ચેકિંગ હાથ ધરાય તો અનેક વાહનો રેતી ચોરી કરતા પકડાય તેમ છે.