સરહદી તાથા અંતરીયાળ વિસ્તાર ગણાતા કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાની બદતર હાલત થકી ૩ વર્ષમાં ૨૫૧૨ બાળકો કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હોવાનો આક્ષેપ કચ્છ કોંગ્રેસ દ્વારા કરાયો છે. બીજીતરફ ભુજની જનરલ હોસ્પિટલમાં અપુરતી સુવિાધાના અભાવે બાળશિશુના મોતનો આંક ઉંચો છે. ત્યારે તેના સત્તાવાર આંકડા જાહેર કરાય તેવી માંગણી કરાઈ છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રસ સમિતિના સેક્રેટરી રફીક મારાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નવજાત શિશુ અને માતા મરણના ઉંચા પ્રમાણના કારણે બદનામ ભુજની સિવિલ હોસ્પિટલ નવજાત શિશુના મોતના આંકડા જાહેર કરે તે જરૃરી છે. આરોગ્ય અિધકારી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લામાં ૨૦૧૭માં ૯૦૧, ૨૦૧૮માં ૯૨૮, ૨૦૧૯માં ૬૮૩ નવજાત શિશુના મોત નોંધાયા છે. જેમાં ભુજ જનરલ હોસ્પિટલના આંકડા પણ સમાવિષ્ટ છે. કચ્છમાં બાળમૃત્યુ દર ૨૧ ટકા હોવાનું આરોગ્ય વિભાગે ખુદ કબુલ્યું છે જે ગંભીર બાબત છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, ભુજની જનરલ હોસ્પિ.માં નવજાત શિશુના મોતના આંકડાની માંગણી કરાતા આરોગ્ય અિધકારીએ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ ઓફીસર તરફ ખો આપી દિાધો હતો. પ્રોગામ ઓફીસરે કોઈ આંકડા ઉપલબૃધ ન હોવાનું જણાવ્યું હતું. જેનાથી સ્પષ્ટ થાય છે કે, દરમાસે સરકારી તંત્રને આપવાના રહેતા આંકડા આપવામાં આવતા નાથી. માંગણી કરતા જવાબદારો દ્વારા વર્ષ ૨૦૧૯માં ભુજની જનરલ હોસ્પિટલમાં ૧૩૬ બાળમૃત્યુની માહિતી અપાઈ છે. જે સોશિયલ માધ્યમ દ્વારા અપાઈ હોવાથી સત્તાવાર નાથી. તેાથી આ બાબતે વિિધવત આંકડા જાહેર કરાય તેવી માંગણી કરી હતી. ગત વર્ષે ભુજની જનરલ હોસ્પિટલમાં ૧૧૧ બાળકોના મોત મામલે રાજ્યભરમાં આ મુદે ઉહાપોહ થયો હતો. જેમાં આરોગ્ય કમિશ્નરે તપાસ કરી હતી. વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર નવજાતબાળકોના મોત મામલે સંવેદનશીલ નાથી. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત કચ્છની સિવિલ હોસ્ટલના બેદરકાર તબીબો સામે કાર્યવાહી કરવાની નૈતિક હિંમત દર્શાવવી જોઈએ તેવી ટકોર તેમણે કરી હતી.