Skip to content
મોરબી ઇન્ચાર્જ ડીવાયએસપી ડી જી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા ઇસમોને શોધી કાઢવાની સુચનાને પગલે એસઓજી પીઆઈ જે.એમ.આલની ટીમ પેટ્રોલિંગમાં હોય અને બાતમીને આધારે ધૂળકોટ ગામના બાદનપર જવાના રસ્તે વોકળા કાંઠાવાળા ખેતર પાસેથી આરોપી ગફાર જુમાભાઈ સંધી (ઉ.વ.૫૦) રહે ધૂળકોટ તા. મોરબી વાળાને અકિલા ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક નંગ ૧ કીમત રૂ ૨૦૦૦ સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલની ટીમના કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, પરેશભાઈ અકીલા પરમાર, સતીશભાઈ ગરચર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ કનિદૈ લાકિઅ ડાભી, સંદીપભાઈ માવલા, મહિલા લોકરક્ષક પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ રોકાયેલ હતી.