કચ્છ મુંબઈ વચ્ચે ટ્રેનમાં મહિલા ઉપર બળાત્કાર ગુજારી હત્યા કરનાર ઝડપાયો- ફરી વિકલાંગ મહિલા સાથે દુર્વ્યવહાર કરી ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી

રેલવે પોલીસે ગુનાખોર અને જાતીય વિકૃત માનસ ધરાવતા આરોપીને ઝડપી પાડી હત્યા, બળાત્કાર અને ચોરી સહિતના અનેક જુના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મુંબઈના દાદર રેલવે સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનના લેડીઝ કોચ પાસે શંકાસ્પદ હાલતમાં આંટા મારતા આરોપીનું નામ અસલમ ઉમર છે. ૪૫ વર્ષીય અસલમ જાતીય રીતે વિકૃત માનસ ધરાવે છે. પોલીસે તેની કરેલી પૂછપરછમાં ચોંકાવનારો દ્યટસ્ફોટ આ આરોપીએ કર્યો છે. ગત ૨૦૧૮ ના વર્ષમાં ૧૮ ડિસેમ્બરે ભુજથી દાદર (મુંબઈ) વચ્ચે દોડતી ટ્રેનમાં મહિલા કોચમાં પ્રવાસ કરતી ૪૦ વર્ષીય મહિલા દરિયાદેવી અકીલા શંકર ચૌધરીની ક્રૂરતા પૂર્વક હત્યા કરેલી નગ્ન લાશ મળી આવી હતી. આરોપી અસલમ ઉમરે મુંબઈના બોરીવલીથી દાદર સ્ટેશનની વચ્ચે દરિયાદેવી ઉપર બેરહમી પૂર્વક બળાત્કાર ગુજારી તેણીના ગુપ્તાંગમાં અને ગળા ઉપર છરીના દ્યા મારી ક્રૂરતા સાથે હત્યા કરી હતી. જોકે, વિકૃત જાતીય માનસ ધરાવતા અલસમ ઉમરે ગત મહિને ૧૩ ડિસેમ્બર ૨૦૧૯ ના ગુજરાત એકસપ્રેસમાં મહિલા કોચમાં વ્હીલચેર ઉપર પ્રવાસ કરતી ૩૧ વર્ષીય વિકલાંગ મહિલા નગમા અન્સારી સાથે દુર્વ્યવહાર કરીને આ મહિલાને ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધી હતી. મુંબઈની નાયર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ નગમા અન્સારી હજીયે માનસિક રીતે હતપ્રભ છે. તો, ૧૪ નવેમ્બર ૨૦૧૯ ના અમદાવાદ મુંબઈ વચ્ચે ટ્રેનમાં પ્રવાસ કરતા ૬૨ વર્ષીય મહિલા માનસી કેલકરના દાગીના અને મોબાઇલની લૂંટ પણ અસલમે કરી હતી. અગાઉ ચોરીના પાંચ જેટલા ગુના માં ઝડપાયેલા અસલમ ઉમરને ૨૦૧૭ દરમ્યાન જેલની સજા થઈ હતી પણ ૨૦૧૮ માં જામીન ઉપર છૂટ્યા બાદ ફરી વાર અસલમ ગુનાઓ આચરવા લાગ્યો હતો. મુંબઈ રેલવેના ક્રાઇમ બાંચના સીનીયર પીઆઇ ઉત્ત્।મ સોનવણેએ આરોપી અસલમની વધુ પૂછપરછ કરી રહ્યા છે.