પૂર્વ કચ્છના ગાગોદર ઓવરબ્રિજ આડેસર નજીક થી આટલા 8.58 લાખ ની કિંમત પોસડોડા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઇમ બ્રાંચે સંયુક્ત રીતે કામગીરી મા પૂર્વ બાતમીના આધારે ગાગોદર ગામ ના ઓવરબ્રિજ પાસેથી હબીબ હાજી પીંજારા ઉંમર વર્ષ 70 રહે ગોકુલધામ ગાગોદર વાળાને રૂપિયા 1074 ની કિંમત ના 385 ગ્રામ પોસડોડા સાથે ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં આ પોષડોડા તેમણે નાનાલાલ દયાલજી ઠક્કર પાસેથી લીધા હોવાની કબૂલાત કરતા પૂર્વ કચ્છની બન્ની એજન્સીઓએ તુરંત આડેસર નજીક ચામુંડા મંદિર પાસે આવેલ ક્ષેત્રપાલ ટ્રેડિંગની દુકાને રેડ પાડી ને ત્યાં હાજર દિનેશ નાથાલાલ પ્રજાપતિ ઉંમર 40ની દુકાનમાં હાજર નાનાલાલ દયાળજી ઠક્કર પાસે પોસડોડા નું લાયસન્સ હોય તેનું વેરિફિકેશન કરતા 292.800 ગ્રામ નું લાયસન્સ છે તેનો સ્ટોક ની તપાસ કરતા દુકાનમાંથી 146.010 ગ્રામ સ્ટોક હોય પજેશન સ્ટોક ઓછો હોય પૂછપરછ કરતા બાકી નો જથ્થો પોતાની ગાડી મા રાખ્યો હોવાનું કહેતા તેની તપાસ કરાઈ હતી તો તેમાંથી 139.470 ગ્રામ માળી કુલ 285.480 ગ્રામ એક કિલોના 3 હજાર લેખે કુલ રૂપિયા 856440 ની કિંમત માં પોષડોડા નો જથ્થો મળી આવ્યો હતો વજન કાટો કાર સાહિત કુલ રૂપિયા 1664640 ના મુદા માલ સાથે ત્રણેય ને ઝડપી પડ્યા હતા આરોપીઓ ને જથ્થો કબ્જે રાખવા માટે લાઇસન્સ આપેલ હોય આરોપીઓ ગેરકાયદે પોષડોડા નું વેચાણ કરતા ઝડપી ને તેમની નાર્કોટિકસ એક્ટ ની કલમ તળે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે