ગાંધીધામના અપનાનગરના એક મકાનમાં પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.20,000 ની કિંમતના અંગ્રેજી દારૂના 200 ક્વાર્ટરીયા મળી આવ્યા હતા પણ દરોડા સમયે આરોપી હાજર ન મળતાં ફરાર રહ્યો હતો.ગત રાત્રે 8.20 વાગ્યાના અરસામાં એ-ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે અપનાનગરના મકાન નંબર-290/એ માં રહેતા રાજેશ સેવકલાલ જેસ્વાલના મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી રૂ.20,000 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના 180 એમએલના 200 ક્વાર્ટરીયા મળી આવ્યા હતા પણ આ દરોડા દરમીયાન આરોપી રાજેશ સેવકલાલ જેસ્વાલ પોલીસ પકડથી દુર રહ્યો હતો.