ખારીરોહરના ગોડાઉનમાં યુવાને ફાંસો ખાધો

ગાંધીધામ નજીક ખારીરોહરમાં આવેલા ગોડાઉનમાં મેઘપર બોરીચી રહેતા યુવાને ગળે ફાંસો ખાઇ લીધો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ હતી.અંજારના મેઘપર બોરીચીના કાવેરીનગરમાં રહેતા 35 વર્ષીય જયેન્દ્રકુમાર ભગવાનસિંહ ઝાલાએ ગત રાત્રે 8.30 વાગ્યા પહેલાં ગમે તે સમયે ખારીરોહર પાસે આવેલા શાંતિલાલ ગોડાઉનમાં લોખંડની આડીમાં પંખામા઼ દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવી નાખ્યું હોવાની જાણ રામબાગ હોસ્પિટલના તબીબ ડો.ચંદ્રીશા શાહે બી-ડિવિઝન પોલીસ મથકે કરી હતી. પીએસઆઇ બી.જે.જોષીએ વધુ તપાસ હાથ ધરી છે.