ઓમાનના સુલતાન કાબુસ બિન સઇદનો આજે શનિવારે સવારે લાંબા સમયની માંદગી બાદ ઇંતેકાલ થયો હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી..મિડલ ઇસ્ટ અને આરબ દેશોમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સુલતાન તરીકે કાબુસ બિન સઇદનું નામ લઇ શકાય. ઓમાનની કાયાપલટ કરીને એને આધુનિક બનાવવાનો યશ સુલતાન બિન સઇદને ફાળે જાય છે.ઓમાનના સુલ્તાન કાબૂસ બિન સૈદ અલ સૈદનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અરબ દેશોમાં સૌથી લાંબો સમય સુલ્તાન રહ્યા હતા. તેમને કેન્સર હતું. પીએમ મોદીએ તેમના નિધન ઉપર દુ:ખ વ્યક્ત કર્યું છે