કચ્છમા કમોસમી વરસાદ

હવામાન વિભાગે આપેલી વધુ એક આગાહી સાચી ઠરી છે અને સોમવારે સવારે જ કચ્છ ના વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડયો હતો આ વરસાદને કારણે ખેતરોમાં ઉભેલા પાકને ભારે નુકશાની થવાની દહેશત વ્યકત થઇ રહી છે તો શહેરી વિસ્તારમાં પણ માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા અને વાતાવરણમાં આવેલા એકાએક પલટા થી ઠંડીમાં પણ વધારો થયો હતો અને પવન પણ ઠંડુ થતા લોકોએ વધુ ઠંડી નો અહેસાસ થયો હતો.કચ્છમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમા મહત્તમ ઘટાડો થયો હતો અને લોકોએ રાહતની લાગણી અનુભવી હતી ત્યારે સોમવારે સવારે એકાએક બદલાયેલા હવામાન બાદ પૂર્વ કચ્છના અંજાર થી આડેસર અને પશ્ચિમ કચ્છમાં પણ ભુજ થી અબડાસા સુધી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો.સપ્તાહના પ્રથમ દિવસની વહેલી સવારે ગાંધીધામ આદિપુર અંજાર ભચાઉ અને રાપર ઉપરાંત પશ્ચિમ કચ્છના ભુજ અબડાસા નલીયા જેવા શહેરી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા માર્ગો ભીના થયા હતા અને અમુક વિસ્તારોમાં માર્ગો પર પાણી પણ ભરાયા હતા જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદે ખેતરોમાં પાણી ભરી દીધા હતા શિયાળુ પાક ખેતરોમા ઉભો છે ત્યારે કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકસાન થશે તેવી ખેડૂતો દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.આ વર્ષે જાણે કુદરત કચ્છ પર કોપાયમાન હોય તેમ શરૂઆતમાં વરસાદ લંબાયા બાદ ભારે વરસાદથી તારાજી જેવી સ્થિતિ સર્જાઇ હતી અને ખેડૂતોને ભારે પરેશાની સહન કરવી પડી હતી બાદમાં તીડના આક્રમણે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી આ મુશ્કેલીનો સામનો કરી રહેલા ખેડૂતોએ હાલમાં શિયાળુ પાકનુ વાવેતર કર્યું હતું ત્યારે આજે પડેલા કમોસમી વરસાદે આ પાકને પણ નુકસાન કરતા ખેડૂતોને સ્થિતિ ભારે કફોડી બની છેઅગાઉ થયેલી નુકસાનીનુ વળતર હજુ મળ્યુ નથી ત્યાં જ હાલમાં ઉભેલા પાકને પણ નુકસાન થતાં ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે.સોમવારે વહેલી સવારે પડેલા કમોસમી વરસાદથી કચ્છના મોટાભાગના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો હળવાથી ભારે ઝાપટા જો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતરો અને માર્ગોપર પાણી પણ ભરાયા હતા આ વરસાદથી ખેતરોમાં ઉભેલા ઘઉ જીરૂ સહિતના પાકોને નુકસાન થાય તેવી દહેશત ખેડૂતો વ્યકત કરી રહ્યા છે